આજે રસીકરણ માટેનાં પ્રાયોરેટી ગ્રુપનાં સર્વે ની કામગીરી પૂર્ણ થઈ રહી છે. પરંતુ હજુ રાજયમા સર્વેની કામગીરી અધૂરી રહેતાં તેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. કોવિડ19 વેક્સિનનું અમલીકરણ માટે તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 50 વર્ષથી ઓછી ઉમરના કોમોર્બિટ ધરાવતા નાગરિકોના સર્વે કરવા આદેશ અપાયા હતાં.
સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦ વર્ષથી ઉપરના અને ગંભીર બીમારી ધરાવતા પચાસ વર્ષથી નીચેના લોકોને રસીકરણ ઝુંબેશમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સર્વે અંતર્ગત લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જેમને રસી આપ્યા બાદ પહેલો ડોઝ આપવમાં આવશે. આમાં 50 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં આ સર્વેની વિગતો તારીખ 16 સુધીમાં રાજ્ય સરકારે મંગાવી હતી.