સુરેન્દ્રનગરઃ શહેરના ટીબી હોસ્પિટલ પાછળ આવેલ મેલડીપરા રહેણાંક વિસ્તારમાં યુવકની ધારિયાના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવકની હત્યા કર્યા પછી યુવક ફરાર થઈ ગયો છે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, મેલડીપરામાં રહેતા ચેતન ભરતભાઈ ઠાકોર નામના યુવકને સુરેન્દ્રનગરની જ એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ પ્રેમસંબંધ અંગે યુવતીના ભાઈને ખબર પડી જતાં તે ઉશ્કેરાઇ ગઈ હતો અને ગઈ કાલે સાંજે યુવકને ધારીયાના ઘા મારીને ત્યાં જ પતાવી દીધો હતો અને પછી ત્યાંથી ભાગી ગયો હતો.

આ અંગે મૃતકના પિતા ભરતભાઈ ઠાકોરે હત્યારા સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.