મોડાસાઃ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લીના મોડાસામાં ઉજવણી થશે. ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ત્રણ જુદા-જુદા ડોમ તૈયાર કરાયા છે.


અરવલ્લીના મોડાસા ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે  ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા.  તો મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પણ મોડાસા આવી પહોંચ્યા છે.  તો મોડી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.


સ્વતંત્રતા દિવસ  ભાગરુપે રવિવારે એટ હોમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. સોમવારે સવારે 9 કલાકે મુખ્ય મંત્રી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ દરમિયાન હેલિકોપ્ટર મારફત પુષ્પવર્ષા કરાશે. મુખ્યમંત્રી અને પોલીસ ટૂકડી રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે. ત્યારબાદ રશીયન પીટી, વન મીનિટ ડ્રીલ, મોટર સાઇકલ સ્ટંટ, અશ્વ શો, ડોગ શો સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.


Gujarat Policeના કર્મચારીઓના પગારમાં થયો વધારો


છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના પગારને વધારાવા માટે માંગો થઈ રહી હતી. ત્યારે આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યા મુજબ, ગુજરાતના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ જાહેરાત થયા બાદ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મીઠાઈ ખવડાવીને પગાર વધારાની આ જાહેરાતની ઉજવણી કરી હતી.


પોલીસ કર્મચારીઓના પગારમાં થયો વધારો


15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ ભંડોળ મુજબ રાજ્યના પોલીસ કર્મચારીઓના વાર્ષિક પગારમાં નીચે મુજબનો વધારો થશે.


મુખ્યમંત્રીએ શું ટ્વીટ કર્યુંઃ