International Biological Diversity Day  2023 :  આવતીકાલે  વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસ છે. જીવ સૃષ્ટિની રક્ષા કરવી તે આપણા બધાની જવાબદારી છે.  ગુજરાત અને દેશમાં ઘણી જીવ સૃષ્ટિની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. નેશનલ બાયોડાઈવર્સિટી બોર્ડના મુજબ દેશમાં 420 થી વધુ વૃક્ષો, છોડ, વેલાઓ, વનસ્પતિઓ ખતરામાં છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકના સવાલના જવાબમાં પર્યાવરણ મંત્રીએ જણાવ્યું છે કે દેશમાં 73 થી વધુ પ્રાણી, પક્ષીઓ, દરિયાઈ જીવો વિલુપ્ત થવાના આરે છે. 




ગુજરાત બાયોડાઈવર્સિટી બોર્ડ મુજબ ગુજરાતમાં 16 થી વધુ વૃક્ષો, વેલાઓ, વનસ્પતિઓની પ્રજાતિ ખતરામાં છે જ્યારે 8 થી વધુ પ્રાણી, પક્ષીઓ અને દરિયાઈ જીવો ખતરામાં છે. 




           
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ  વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસને લઈ આજે (રવિવારે) પત્રકાર પરિષદ સંબોધી હતી.  તેમણે જણાવ્યું હતું કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગત વર્ષ માત્ર ચાર દેખાયા હતા અને આ વર્ષે તો કદાચ એક પણ નહિ.  આવનારી પેઢી માટે ખડમોર અને મળતાવડી ટીટોડી જેવા પક્ષીઓ શું નામ શેષ થઈ જશે ? જટાયુની વાત આપણે રામાયણમાં સાંભળી હતી, પણ શું એ ગીધ પરિવાર ગુજરાતમાંથી નામ શેષ થઈ જશે ?   આવનારા સમયમાં પલાશ વેલ, મીઠો ગૂગળ જોવા નહિ મળે ? શું સફેદ ખાખરો, દૂદલા,કુકર,દૂધ કૂડી જેવા વૃક્ષો નામ શેષ થઈ જશે ?  




આ અંગે વધુ જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે પર્યાવરણ બચાવવાની દિશામાં અલગથી વિશેષ બજેટ ફાળવાય તેની તકેદારી લેવી જોઈએ. પ્રજાતિઓ માટે વન મંત્રી વિશેષ પેકેજની જાહેરાત કરે તેવી એક નાગરિક તરીકે માંગ કરુ છું.  


ગુજરાતમાંથી વિલુપ્ત થતી કેટલીક પ્રજાતિઓના નામ


ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષી
ખડમોર પક્ષી
મળતાવડી ટીટોડી પક્ષી
ખેરો (ઇજિપ્તીયન ગીધ) પક્ષી
ઇન્ડિયન વલચર (ગીધ) પક્ષી
સુડિયો પક્ષી
કાળી ડોક પક્ષી
જળ બિલાડી 
ઊડતી ખિસકોલી
બાર્કિંગ ડિયર કાકર 
સીમુલ વૃક્ષ
ઉરો વૃક્ષ
સફેદ ખાખરો વૃક્ષ
દૂધ કૂડી વૃક્ષ
કુકર વૃક્ષ
મીઠો ગૂગળ
કાયારી વેલ
પલાશ વેલ
માર્ચ પાંડો વનસ્પતિ
કાચિંડા ગરોળી ની એક પ્રજાતિ ચાચી 
વ્હાઈટ રમ્પડ વલચર ગીધ
હોક્સ બિલ તર્ટલ કાચબો