આ વર્ષે જી-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ રિવરફ્રન્ટ, વડોદરા, વડનગર, કેવડિયામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવશે. સોમનાથ,  સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડોમાં પણ પતંગોત્સવનું આયોજન કરાશે. અંદાજીત 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ આપવામાં આવશે. કોવિડ પ્રોટોકોલના પાલન સાથે પતંગોત્સવ ઉજવાશે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે અંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારી થઇ રહી છે. જો કે, પતંગરસિયાઓને અન્ય સ્થાને પણ પતંગમહોત્સવનો લ્હાવો મળશે. કારણ કે, અમદાવાદ રિવરફ્રન્ટ સિવાય વડનગર, દ્વારકામાં પણ આયોજન કરાશે. સોમનાથ, સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડો ખાતે પણ પતંગોત્સવ યોજાશે.


મહત્વનું છે કે, કોરોનાના ગ્રહણ બાદ આ વખતે પતંગોત્સવનું આયોજન થઇ રહ્યું છે પણ પ્રશાસન અત્યારની સ્થિતિને લઇને પણ સજ્જ છે. એટલે કોવિડ પ્રોટોકોલના પાલન સાથે પતંગોત્સવ ઉજવાશે.


22 વર્ષની યુટ્યૂબરે કર્યું સુસાઇડ


સેલેબ્સની આત્મહત્યાના કિસ્સાઓ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ તેના શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તે જ સમયે સમાચાર આવી રહ્યા છે કે છત્તીસગઢ સ્થિત સોશિયલ મીડિયા ફેમ લીના નાગવંશીએ આત્મહત્યા કરી લીધી છે. લીનાની ડેડ બોડી તેના જ ઘરની છત પરથી મળી આવી હતી।  પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.


આ ઘટના રાયગઢની કેલો બિહાર કોલોનીમાં બની હતી. અહેવાલો અનુસાર ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે, પોલીસ આવી ત્યાં સુધીમાં લીના નાગવંશીના પરિવારજનોએ તેના મૃતદેહને ફાંસીના માંચડેથી નીચે ઉતારી દીધો હતો. ચક્રધર નગર પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર લીના નાગવંશીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મૃત્યુનું કારણ પુષ્ટિ થશે. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.


લીના સોશિયલ મીડિયા સ્ટાર હતી


જણાવી દઈએ કે લીના નાગવંશી છત્તીસગઢના રાયગઢની લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર હતી. 22 વર્ષની લીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. લીનાના ઈન્સ્ટાગ્રામ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ હતા અને ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ હતી. લીનાની પોતાની એક લોકપ્રિય યુટ્યુબ ચેનલ પણ હતી