IPL 2019: કોહલીએ જણાવ્યું કે- અત્યાર સુધી ચેમ્પિયન કેમ નથી બની શકી RCB?
abpasmita.in
Updated at:
17 Mar 2019 11:25 AM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેગ્લોર (આરસીબી) ઇન્ડિયન પ્રિમિયર લીગમાં કેમ ચેમ્પિયન બની તે પાછળનું કારણ વિરાટ કોહલીએ જણાવ્યું હતું. કોહલીએ કહ્યું કે ખોટા નિર્ણયના કારણે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અત્યાર સુધીમાં આઇપીએલમાં એક પણ સીઝન જીતી શકી નથી. આરસીબીના કેપ્ટન કોહલીએ શનિવારે આરસીબીની એપ લોન્ચના અવસર પર આ વાત કરી હતી. કોહલી સાથે આશિષ નેહરા અને ટીમના કોચ ગેરી ક્રર્સ્ટન પણ હાજર રહ્યા હતા.
વિરાટ કોહલીએ કહ્યું કે, જો તમે ખોટા નિર્ણયો લો છો તમારે હારનો સામનો કરવો પડી શકે છે. મોટી મેચમાં અમારા નિર્ણય લેવાની ક્ષમતા સારી રહી નથી. જે ટીમોના નિર્ણય સંતુલિત રહ્યા છે તેમણે આઇપીએલમાં જીત હાંસલ કરી છે. તેમની ટીમના ફેન્સ અંગે પૂછવા પર કોહલીએ કહ્યું કે, આટલા વર્ષોમાં અમે ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યા છીએ. ત્રણ વખત સેમિફાઇનલમાં હાર્યા છીએ. અમે ક્યારેય ચેમ્પિયન બન્યા નથી પરંતુ સીઝનની શરૂઆતમાં અમારા ઉત્સાહમાં કોઇ ફેર પડ્યો નથી. નોંધનીય છે કે આઇપીએલની શરૂઆત 23 માર્ચના રોજ ચેન્નઇમાં થશે. પ્રથમ મેચ ચેન્નઇ સુપર કિંગ અને આરસીબી વચ્ચે રમાશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -