અમદાવાદઃ 400 કરોડ રૂપિયાના કથિત ફિશરીઝ કૌભાંડમાં રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગરની સ્પેશિયલ એસીબી કોર્ટે મંત્રી પરષોત્તમ સોલંકી સામે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કર્યું છે. આ પહેલા પરષોત્તમ કોર્ટમાં હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરાયું હતું. આમ છતાં સોંલકી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર વોરન્ટ માટે અરજી કરાઈ હતી. જેને કોર્ટે માન્ય રાખતા ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું.


એસીબીએ તેમની તપાસમાં સોલંકીને મુખ્ય સૂત્રધાર દર્શાવ્યા છે. માછીમારોને અપાતો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ 2008માં પૂરો થયો. 2૦૦9માં હરાજી કરી આ કોન્ટ્રક્ટ પુન: આપવાના હતા, પરંતુ પરૂષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઈઝથી પહેલા 12 લોકોને અને પછી 38 લોકોને કોન્ટ્રક્ટ આપી દીધા. હરાજી વિના કોન્ટ્રક્ટ આપવા કેબિનેટની મંજૂરી લેવાની રહે છે. આ મંજૂરી સોલંકીએ મેળવી ન હતી.

વર્ષ 2008માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરષોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપ્યા હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરૃધ્ધ કાર્યવાહી ચાલી રહી છે. જેની તપાસમાં પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની સંડોવણી પણ બહાર આવી છે. સ્પેશિયલ કોર્ટે બન્ને નેતાઓને હાજર થવાનો આદેશ કર્યો હતો અને ક્રિમીનલ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર ન થવું પડે તે માટે સોલંકીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી અને માગણી કરી હતી કે તેમના વિરૃધ્ધ ક્રિમીનલ ઇન્કવાયરી ન થવી જોઈએ. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ આ રિટ ફગાવી હતી અને અવલોકન નોંધ્યું હતું કે, ફરિયાદમાં કરાયેલા આક્ષેપો ખૂબ ગંભીર છે, તેને અવગણી ન શકાય તેવા છે. આ કેસમાં સોલંકીને મળેલી વચગાળાની રાહતો પણ આ આદેશ દ્વારા પૂર્ણ થઈ ગઈ છે.

લોકસભા 2019 : ચાવાળા કિરણ મહિડાએ માંગી વડોદરા લોકસભાની ટિકીટ, જુઓ વીડિયો


સુરતઃ મહિલા બુટલેગરે પોલીસને ભાંડી ગાળો, જુઓ વીડિયો