ગુજરાત હવે વાવાઝોડાના સંકટમાંથી મુક્ત થઈ ગયું છે. જોકે મંગળવારના તાઉતેએ મચાવેલા તાંડવથી ઠેર- ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વલસાડમાં મંગળવારે વાવાઝોડાની અસરના ભાગરૂપે ભારે પવન ફૂંકાયો અને વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. કારણ કે એક વર્ષ જે પાકની માવજત કરી તે પાક એક જ દિવસમાં ખરી પડ્યો હતો.


એક તબક્કે 1500 રૂપિયે મણ વેચાતી હાફુસ કેરી હાલ 150 રૂપિયામાં વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે. વલસાડ જિલ્લામાં ખેતી પાકોમાં મુખ્યત્વે કેરી, ચીકુ અને શાકભાજીની ખેતી થાય છે પણ તાઉતેનામની આફતે ખેડૂતોને નુકસાનીની ખાઈમાં ધકેલી દીધા છે. સૌથી મોટી વાત તો એ છે કે ખેડૂતોને જે પાક વહેંચી અને રૂપિયા મળવાની આશા હતી. પરંતું આ પાક હાલ પાણીના ભાવે પણ ખેડૂતો લેવા તૈયાર નથી. તો ચીકુ અને શાકભાજીના પાકની પણ આજ સ્થિતિ છે. વલસાડ જિલ્લામાં 45 હજાર હેકટરમાં કેરીના પાકનું વાવેતર તો 30 હજાર હેકટરમાં ચીકુનો પાક લેવાઈ રહ્યો છે. બાગાયત ખેતીનો પાક વીમો ન હોવાથી તેનું વળતર પણ ખેડૂતોને ચૂકવાતુ નથી.


વલસાડ જિલ્લામાં વાવાઝોડાને લઈને કેરીના પાકને વધુ નુકસાન થયું છે. તમામ કેરીઓ ઝાડ પર થી પડી ગઈ હતી. જેને લઈને કેરીની ખેતી કરતા ખેડૂતોને લાખોનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લામાં ખેતી પાકોના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે આખું વર્ષ જે પાકની આવક પર કાઢવાનું હોય તેમા અંદાજીત 50 ટકા થી 70 ટકા જેટલું નુકસાન થયું છે.


વલસાડ જિલ્લામાં ખેતી પાકોમાં મુખ્યત્વે કેરી ચીકુ અને શાકભાજીની ખેતી થાય છે પણ તોઉતેનામની આફતે ખેડૂતોને નુકસાનીની ખાઈમાં ધકેલી દીધા છે ભારે વાવાઝોડાને લઈને ઝાડ પરના ફળ જે થોડા જ દિવસોમાં તૈયાર થઈ ખૂબ સારી કિંમત અપાવવાના હતા તે હવે પાણી ન ભાવે પણ લેનાર મળતા નથી.


કેસર અને હાફૂસ જેવી કેરી આ વખતે 70 થી 80 ટકા આવી હતી અને કેરી બેડવાનો સમય પણ નજીક આવી ગયો હતો તેવા સમયે વાવઝોડાને પગલે ઝાડ પરના ફળ જમીન પર આવી ગયા હતા. જેને લઈને 1100 થી 1500 રૂપિયે મણની કેરી હવે 150 થી 200 રૂપિયે પણ આજીજી કરીને વેચવી પડે છે. કારણ આ કેરી હવે માત્ર અથાણાંમાં વપરાઈ શકે અને એનો બીજો કોઈ ઉપયોગ થઈ શકે એમ નથી


આજ પ્રમાણે ચીકુ અને શાકભાજીનો પાક પણ જમીનદોસ્ત થતા ખેડૂતોનેભારે આર્થિક નુકસાન થયું છે. હાલ વલસાડમાં 45 હજાર હેક્ટરમાં કેરીનો પાક લેવાઈ છે. તો 30 હજાર  હેક્ટરમાં ચીકુનો પાક લેવાઈ છે. આમ ઝાડ પરના ફળ જમીન પર અને ખેડૂત ભરોસે ભગવાન પરની સ્થિતિ નું નિર્માણ થયું છે કારણ બાગાયત ખેતીનો પાક વીમો ન હોવો અને વળતર પણ ન ચૂકવાતું હોય હવે યુવાઓ પણ ખેતી કરવાનું ટાળે છે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.