Rain Update:ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. આજે 89 તાલુકામાં વરસાદ વરસ્યો.
રાજ્યના મોટભાગના જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. અરવલ્લી, નવસારી, સુરત, તાપી સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. અરવલ્લીના માલુપરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર સીધી અસર થઇ છે. આજે 89 તાલુકામાં ક્યાં કેટલો પડ્યો વરસાદ એક નજર કરીએ.
આજના દિવસમાં 89 તાલુકામાં વરસ્યો વરસાદ
- તાપીના કુકરમુન્ડામાં આજે ચાર ઈંચ વરસાદ
- આજે બારડોલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- નિઝરમાં અઢી ઈંચ વરસાદ, સુબિરમાં અઢી ઈંચ વરસાદ
- આજે તિલકવાડા અને ડોલવણમાં અઢી ઈંચ વરસાદ
- સુરતના મહુવા, તાપીના વ્યારામાં બે બે ઈંચ વરસાદ
- ઉના, બાયડમાં બે બે ઈંચ વરસાદ
- વાલોડ,સુત્રાપાડામાં બે બે ઈંચ વરસાદ
- ડભોઈ, ગરુડેશ્વર, આહવામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- પલસાણા, ધનસુરા, વિરપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- નાંદોદ, સાગબારા,કરજણ, તલોદમાં એક એક ઈંચ વરસાદ
- વઘઈ, ધરમપુર, સોનગઢમાં એક એક ઈંચ વરસાદ
- સંખેડા, અમદાવાદ શહેરમાં એક એક ઈંચ વરસાદ
- માલપુર, ડેડીયાપાડા, કપરાડામાં એક એક ઈંચ વરસાદ