પાટણના ચાણસ્મામાં એક યુવક છૂટાછેડા થતા ખુશીમા ઝૂમી ઉઠ્યો હતો. મળતી જાણકારી અનુસાર, પાટણના ચાણસ્મામાં યુવકે છૂટાછેડા થતા ખુશીમાં જીવદયા સંસ્થાને દાન કર્યું હતું. યુવકે છૂટા છેડાની ખુશીમાં જીવદયાના નામે ચાણસ્મા મહાજન પાંજરાપોળમાં 750 રૂપિયાનું દાન કર્યું હતું. જીવદયાના નામે 750 રૂપિયા દાન કર્યાની રસીદ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.




વિપુલકુમાર રમેશભાઈ રાવળ નામના યુવકના છૂટાછેડા થતાં તેણે ખુશીમાં જીવદયા પેટે 750 રૂપિયાનું દાન કર્યું હતું. દાન આપ્યાની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.


મહેસાણાના આ ગામની દૂધ મંડળીમાંથી મંત્રીએ કરી હજારો રૂપિયાની ઉચાપત


મહેસાણા જિલ્લામાંથી દૂધ મંડળીમાં ઉચાપત થયાની ફરિયાદ નોંધાયાની ઘટના સામે આવી છે. જિલ્લાના સોખડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પર 40 હજારથી વધુ રૂપિયાની ઉચાપત કર્યાનો આરોપ લાગ્યો છે, અને આ અંગે વસાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 


માહિતી એવી છે કે, મહેસાણા જિલ્લાના વિજાપુરના સોખડા ગામમાં આવેલી સોખડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સામે ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ ફરિયાદ ખુદ ડેરીના વર્તમાન પ્રમુખે પોલીસમાં નોંધાવી છે. ફરિયાદ અનુસાર, સોખડા દૂધ મંડળીના મંત્રીએ બૉગસ ખાતા ખોલીને રૂપિયા 42370ની ઉચાપત કરી છે. મંડળીના મંત્રીના આ કૃત્યમાં ડેરીમાં ફરજ બજાવતા અન્ય 3 કર્મચારીઓએ પણ સાથ આપ્યો હોવાની વાત છે. આ ઉચાપતમાં ડેરીના મંત્રી પટેલ પંકેશકુમાર ચમનલાલ સહિત 4 વિરુદ્ધ પ્રમુખે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. તારીખ 01 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022ના સમયગાળા દરમિયાન આ ઉચાપત થઇ હોવાની વાત છે. હાલમાં વસાઈ પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.


મહેસાણા: નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 2 લાખથી વધુની કિંમતનો બનાવટી જથ્થો જપ્ત


મહેસાણાના ઊંઝા તાલુકાના મકતુપુર પાસેથી વરીયાળીમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. વરિયાળી પર પાવડર, ગોળની રસી ભેગી કરી જીરું બનાવતા હતા. સ્થળ પરથી નકલી જીરુંનો જથ્થો મળી આવ્યો છે. સ્થાનીક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ઉઘતાં રહ્યાં અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મકતુપુર  રોડ પર આવેલ પટેલ મહેન્દ્ર મફતલાલ નામના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી હતી. જેમાં 2700 કિલો નકલી જીરું મળી આવ્યું હતું. જેથી ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું હતું. સ્થળ ઉપર બનાવટી જીરુંનું ઉત્પાદન થતુ મળી આવ્યું હતું.