અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર,  ઠંડીમાં ઠૂંઠવાવવા માટે તૈયાર રહેજો. કેમ કે, ફરી હાડ થીજવતી ઠંડી પડવાની છે. ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.   કાતિલ ઠંડી માટે ફરી એક વખત તૈયાર રહેજો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. 


ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે


હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. કેટલાક વિસ્તારમાં તો વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના અનુસાર, પવનની ગતિમાં વધારો થતાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે.  આજે ભાવનગર જિલ્લાનું મહુવા સૌથી ઠંડુંગાર રહ્યું છે.  મહુવામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.  નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  જ્યારે અમદાવાદ ડીસા અને ગાંધીનગરમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.  રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચે આવી રહ્યો છે. હવામાન વિભાગે પણ ઠંડીની શક્યતાઓ વ્યક્ત કરી છે.  


હવામાન વિભાગે જણાવ્યું છે કે રાત્રિના તાપમાનમાં પણ હવે વધારો થઈ રહ્યો છે. જોકે, આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગની આગાહીમાં ક્યાંય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.   


હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારથી કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રને છોડીને રાજ્યના અન્ય ભાગોમાં રાત્રીના તાપમાનમાં વધારો થયો છે, જ્યારે આગામી સમયમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન સામાન્ય કે સામાન્યથી થોડું ઉપર રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.


નલિયામાં 16 અને અમદાવાદ, ગાંધીનગર સહિત ઘણાં ભાગોમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ તાપમાન સામાન્ય કરતા 4-5 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે.


રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે


આગામી 5 દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર થશે અને ઠંડી વધશે, રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. 21 થી 25 ફેબ્રુઆરી સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી લઘુતમ તાપમાનનો પારો ગગડશે, પવનની ગતિમાં વધારો થશે, અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ખાસ કરીને રાજ્યમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial