Biparjoy Effect Update Live: ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદે સર્જી જળપ્રલયની સ્થિતિ, બનાસકાંઠામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ
બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે,ખાસ કરીને ઉતર ગુજરાતમાં પવન સાથે વરસાદ વરસતાં અને મકાનાનો છાપરા ઉડ્યા છે તો વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જાણો અપડેટ્સ
બિપરજોય વાવાઝોડાની તીવ્રતાને જોતા અગમચેનીના ભાગરૂપે પ્રશાસન દ્રારા કેટલાક પગલા લેવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ગુજરાતના ધર્મસ્થાનો પણ ભકતો માટે બંધ કરી દેવાયા હતા.જો કે હવે વાવાઝોડુ પસાર થઇ જતાં ગુજરાના ઘર્મસ્થાનોને ફરી એકવાર ખુલ્લા મૂકાયા છે.પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આજથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જો કે ભારે પવનને લીધે પાવાગઢ રોપ વે સેવા આજે પણ બંધ રહેશે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ વે સેવા ફરીથી શરૂ કરાશે. ઉપરાંત આજથી આજથી દ્વારકા, સોમનાથ, ખોડલધામને પણ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. માતાના મઢમાં પણ આજથી ભક્તો દર્શન કરી શકશે.
બિપરજોય વાવાઝોડાએ કચ્છને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે.અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારોનું મુલાકાત લેવા આજે ભૂજ પહોંચ્યાં છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શાહ હવાઈ નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ કરીને નુકસાનીનો તાગ મેળવશે. કચ્છના માંડવીમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. માંડવીના નદીનાળામાં ઓવરફ્લો છે.
બિપરજોયની અસરના કારણે સાંતલપુર, રાધનપુર તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી ચારણકાના સોલાર પ્લાન્ટમાં પાણી ભરાયા છે.,ઢીંચણસમા પાણી ભરાતા સોલાર પ્લાન્ટને મોટું નુકસાન થયું છે.
સાબરકાંઠા જિલ્લામાં સતત પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ગાંભોઈ-ભિલોડા રોડ પરના અંડરબ્રિજમાં પાણી ભરાયું છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વધી છે.
બિપરજોઇ વાવાઝોડાના લઇને રાજયમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વિસનગર, મહેસાણા શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છો. બહુચરાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સુરપુરા જવાના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં રસ્તા બ્લોક થઇ ગયા છે. તો વિસનગરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે
બિપરજોય વાવાઝોડા પસાર થયા ગયા હજુ પણ પવનની ગતિ સામાન્ય નથી થઇ. જેના કારણે રાજ્યમાં હજુ પણ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની રહી છે. દાહોદમાં પંચાયત શાખાના નાયબ ચીટનીસ મહિલા અધિકારી અને અકાઉન્ટન્ટ મહિલા બંને એક્ટિવા પર ઓફિસ જઇ રહ્યાં હતા ત્યારે વૃક્ષ ધરાશાયી થતાં તેમને બંને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને મહિલાને 108માં તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા.આ સમગ્ર ઘટના છાપરી ગામે હાઇવે પર બની હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પર દુકાનોમાં પાણી પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થી ગઠામણ પાટિયા વિસ્તાર ની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી છે. પાલનપુર થી ગઠામણ પાટિયા ને જોડતા માર્ગ પણ પાણી પાણી થઇ ગયો છે. સતત ભારે વરસાદની અને ભારે પવનની જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી છે.આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વઘારી છે. 15 થી વધુ ગામડાઓ ને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.
બનાસકાંઠામાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોની મુશ્કેેલીમાં વઘાારો થયો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં વીજપોલ અને વૃક્ષોને મોટા પાયે નુકસાન થયું છે પરિણામ સ્વરૂપ વીજપુરવઠો પણ મોટા ભાગના વિસ્તારમાં ખોરવાયો છે.ધાનેરાના મોટા ભાગના બજારોમાં પાણી ભરાયા છે. શોપિંગ કોમ્પ્લેક્સોના પાર્કિંગમાં પાણી ભરાતા વેપારી અને ગ્રાહકોની હાલાકી વધી છે. ધાનેરાના હાઈવે પર પણ ઢીંચણ સમા પાણી જોવા મળી રહ્યાં છે. ધાનેરા APMC વિસ્તાર પણ જળમગ્ન છે.
સાંતલપુર,રાધનપુર તાલુકામાં ધોધમાર વરસાદને કારણે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટ માં ફેરવાયો છે.સાંતલપુરના ચારણકા ગામે આવેલ સોલાર પ્લાન્ટ માં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ઢીંચણ સમાં પાણી ભરાતાં તાં સોલાર પ્લાન્ટ માં કરોડો રૂપિયાનીનું નુકસાન થયું છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ ફાંગલી પ્રાથમિક શાળામાં વાવાઝોડાંએ વિનાશ વેર્યો છે અહીં શાળામાં આવેલ તમામ વૃક્ષ ધરાશાયી થયા છે.
પાટણ જિલ્લામાં પણ પવન સાથે વરસતાં વરસાદે અનેક વિસ્તારને પાણી પાણી કરી દીધા છે.અહીં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ રાઘનપુર શહેરમાં વરસ્યો છે. રાત્રિ દરમ્યાન ભારે પવન સાથે અત્યાર સુધીમાં અહીં 4 ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. 4 ઇંચ થી વધુ વરસાદ વરસતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જલારામ સોસાયટી બાહારના રોડ ઉપર પાણી ભરાઇ જતાં રસ્તા જળમગ્ન થઇ ગયા છે. ઉપરાંત અનેક જગ્યાએ વીજ વાયરો તૂટી જતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
રાજ્યમાંથી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસશે. ખાસ કરીને આ અસર ઉત્તર ગુજરાતમાં વધુ રહેવાનો અનુમાન છે. ત્યારે આ બધાની વચ્ચે હવે બનાસકાંઠાથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠામાં વાવાઝોડાના કારણે 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. મૂશળધાર વરસાદના કારણે અનેક રસ્તા બંધ થઇ ગયા છે
15 જૂને વાવાઝડાની અસરને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લામાં સતત વરસાદી મોહાલ જામ્યો છે. રાજકોટના ઉપલેટમાં આપ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સતત વરસાદ વરસી રહયો છે. રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદ છે. રાજકોટના ઉપલેટા, ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે અહી અનેક વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે. ભારે વરસાદથી ગઢાળા ગામમાં બનાવેલ કોઝ વે પણ ભરાઇ ગયો છે. ઉપરાંત ધોધમાર વરસાદથી મોજ ડેમમાં નવા નીર આવતા 5.50 ફુટ પાણીની આવક વધી છે.
બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યભરમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં સામાન્ય વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાંખી છે. ચાંદલોડિયાથી શાયોના સિટી તરફ જવાનું ગરનાળું બંધ કરાયું છે. પ્રશાસન દ્વારા પાણી કાઢવા વોટર ફાઇટર મુકવામાં આવ્યા છે. અંડરપાસ કોર્ડન કરી બંધ કરાયો છે.
Rain Forecast: બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યભરમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ આપ્યું છે.
બિપરજોય વાવાઝોડાની અસરથી ગુજરાતભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેઘતાંડવ જામ્યુ છે. હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. 25 કિમીથી વધુની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. વરસાદને લઇને શહેરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.વરસાદી વાવાવરણને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 7 ડિગ્રી ઘટીને 31.9 નોંધાયું છે.
Biparjoy Effect: બિપરજોય વાવાઝોડાને કારણે ઉપલેટા પંથકમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાતા ઉપલેટા ખાખી જાળીયા રોડ ઉપર અનેક વૃક્ષ વીજપોલ ધરાશાયી થઇ ગયા છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ ને લઈ ગઢાળા ગામમા બનાવેલ ક્રોજ વે ભરાયો તો મોજ ડેમમાં વરસાદના કારણે નવા નીર આવતા 5.50 ફૂટ સપાટી પહોંચી છે. ગઢાળા ગામનો ક્રોજ વે ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
વાવાઝોડા બાદ વરસેલા ભારે પવન સાથે વરસાદથી કચ્છ જિલ્લામાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયાછે. જ્યારે 71 પશુઓના મૃત્યુ થયા છે. 33 હજાર હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું છે. વાવાઝોડા બાદ ભારે પવન અને વરસાદથી કચ્છ, સૌરાષ્ટ્રના રસ્તાઓ ધોવાયા. કચ્છના 15, દ્વારકાના ત્રણ સહિત 21 રસ્તાઓ ધોવાઈ જતા બંધ કરાયા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્તોની મુલાકાત લેશે.. રાહત અને બચાવના કામો માટે ભૂજમાં યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે તેમજ આજે હવાઇ નીરિક્ષણ દ્રારા નુકસાનનું નિરીક્ષણ કરવામાં આવશે
બ્રેકગ્રાઉન્ડ
Biparjoy Effect Update Live: બિપરજોય વાવાઝોડાની અસરના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. બિપરજોય વાવાઝોડાએ સૌથી વધુ કચ્છમાં તારાજી સર્જી છે.ગુજરાતમાં 15 જૂને ત્રાટકેલું બિપરજોય વાવાઝોડું હવે ઉત્તર-પૂર્વ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 15 જૂને વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ કચ્છમા લાંબો સમય સુધી વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી.હવામાનના અનુમાન મુજબ આ વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ગયું છે. બિપરજોયની અસરના પગલે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ આગામી 48 કલાક વરસાદની આગાહી કરી છે.
.
- - - - - - - - - Advertisement - - - - - - - - -