ગાંધીનગર:  મેઘરાજાએ હાલ ભલે વિરામ લીધો હોય પરંતુ  22 તારીખથી ફરી ધોધમાર વરસાદ  વરસશે. રાજ્યના  હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  શુક્રવારથી દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડશે.   હવામાન વિભાગના મતે 22 તારીખે દક્ષિણ ગુજરાતના સુરત,  વલસાડ,  નવસારી,  ડાંગ અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે.   ઉત્તર ગુજરાતમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે.  ઉત્તર ગુજરાતના અરવલ્લી,  બનાસકાંઠા,  સાબરકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે.  અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


અમદાવાદ જિલ્લામાં સિઝનનો 35.39 ટકા વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં 56.05 ટકા વરસાદ વરસ્યો છે.  હજુ તો અમદાવાદ શહેરમાં સિઝનનો અડધો જ વરસાદ વરસ્યો છે ત્યાં શહેરના મુખ્ય માર્ગ હોય કે આંતરિક રસ્તા તમામ રોડ ખાડા માર્ગ બની ગયા છે. 


ચૂંટણી પહેલા આ સમાજમાં બે ફાંટા! રાજકોટમાં એક સાથે યોજાયા બે સંમેલનો


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓની સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો પણ સક્રીય થયા છે. ઘણા રાજકીય આગેવાનો પોતાના સમાજના લોકોનું સંમેલન કરી રહ્યા છે. જો કે ચૂંટણી પહેલા કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે વિગતે વાત કરીએ તો, રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજનું સંમેલન યોજાયું છે. વેલનાથ સેનાના બેનર હેઠળ દેવજી ફતેપરા દ્રારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સંમેલન પહેલા જ ચુવાડિયા કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દેવજી ફતેપરાના સંમેલનની સાથે સાથે રાજકોટના હેમુ ગઢવી હોલમાં ચુવાડિયા કોળી સમાજનું બીજુ સંમેલન યોજાયું હતું. ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશ જિંજુવાડીએ પણ હેમુગઢવી હોલમાં સંમેલન બોલાવ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે.


તો બીજી તરફ હેમુ ગઢવી હોલમાં યોજાયેલા આ સંમેલન અંગે દેવજી ફતેપરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તે સંમેલન કોંગ્રેસ પ્રેરિત છે. ચુવાડિયા કોળી સમાજના જ બે સંમેલનને કારણે સમાજમાં બે ફાંટા પડ્યા છે. દેવજી ફતેપરાએ કહ્યું કે, મારા સંમેલનમાં માત્ર ભાજપ પ્રેરિત ચુવાડિયા કોળી સમાજને જ આમંત્રણ અપાયુ છે.


જો કે,  હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા સંમેલન અંગે ગુજરાત ચુવાડીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર જીંજુવાડિયાએ કહ્યું કે, આ માત્ર સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમારો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ નથી. દેવજી ભાઈનો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ છે. દેવજી ભાઈ આમારા વડીલ છે. દેવજી ભાઈનો કાર્યક્રમ અને અમારો કાર્યક્રમ સંજોગોવશાત ભેગો થયો છે.