Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.   હવામાન વિભાગની આગાહી અનુસાર, બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. 


12 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે


ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 


13 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.   


14 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત ,નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.  


15 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર ,હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે. 


16  જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 


ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. 


રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાતના દરિયાકાંઠે ચોમાસુ પહોંચ્યું છે. બે દિવસમાં દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. ગયા વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.


આ વખતે ચોમાસું મહારાષ્ટ્રમાં 2 દિવસ પહેલા પ્રવેશ્યું છે. મુંબઈ ઉપરાંત જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, સાતારા, થાણે, નાસિક અને અહેમદનગરના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. સામાન્ય રીતે મુંબઈમાં 11 જૂન સુધીમાં ચોમાસું પ્રવેશી જાય છે, પરંતુ આ વખતે વરસાદ બે દિવસ વહેલો પ્રવેશી ગયો છે. જેના કારણે અનેક શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે. આ ઉપરાંત અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી.


દેશમાં 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ચોમાસાની ઋતુ માનવામાં આવે છે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ છેલ્લા 22 વર્ષ દરમિયાન 2006માં ચોમાસું 6 જૂનના રોજ નિયત સમય કરતાં ઘણું વહેલું રાજ્યમાં પ્રવેશ્યું હતું.