Jagnnath Jalyatra Live Update : ભગવાન જગન્નાથની આજે જળયાત્રા, 108ના કળશમાં જલ લાવી કરાશે પ્રભુનો અભિષેક
અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા પહેલા જલયાત્રા યોજાવાની પરંપરા છે. જે મુજબ આજે 108 કળશની જલયાત્રા યોજાશે
gujarati.abplive.com Last Updated: 04 Jun 2023 10:37 AM
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આજે જળયાત્રા યોજાવવા જઇ રહી છે. જે જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રારૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે....More
અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આજે જળયાત્રા યોજાવવા જઇ રહી છે. જે જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રારૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે....જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરે જઈ સાબરમતિ નદીમાંથી 108 કળશ ભરીને લાવવામાં આવશે જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહેશે.તો ભગવાન આજથી 15 દિવસ માટે મોસાળમાં જશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદમાં ગરબાની રમઝટ સાથે નીકળી જગન્નાથજીની જળયાત્રા
અમદાવાદમાં પરંપરાત રીતે આ વર્ષે પણ રથયાત્રા પૂર્વ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે રાસ ગરબા અને ભજન મંડળી પણ જોડાઇ છે લોકો પરંપરાગત પરિધાન સાથે સહ શ્રદ્ધા જળયાત્રામાં જોડાયા છે. 108 કળશની યાત્રાના જળથી ભગવાનો અભિષેક આરતી પૂજા થશે બાદ તેમને મોસાળ વળાવવામા આવશે.