જામનગરના કયા જાણીતા બિલ્ડરે પોતાના ફાર્મહાઉસ પર આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Oct 2020 09:25 AM (IST)
બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયા હતા. એક જ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે.

પ્રતિકાત્મક તસવીર.
જામનગરઃ શહેરના જાણીતા બિલ્ડર મેરામણ પરમારે આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયા હતા. એક જ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. તેમના આપઘાતના પ્રયાસને પગલે શહેરની બિલ્ડર લોબીમાં તરહે તરેહની ચર્ચાઓ વહેતી થઈ છે. બિલ્ડર મેરામણ પરમાર પાસે રોલ્સ રોયસ સહિતની અનેક મોંઘી કારનો કાફલો છે. જોકે, બનાવ પાછળનું કારણ અંકબંધ છે.