ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીને લઈને રાજય સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. બંધ જગ્યામાં 50 ટકા વ્યકિતની મર્યાદા રાખવામાં આવી છે.  વધુમાં વધુ 200 લોકો જ રહી શકશે. ખુલ્લી જગ્યાના કાર્યક્રમોમાં 6 ફુટનુ અંતર રાખવુ જરુરી રહેશે.


સભાના સ્ટેજ પર 7 લોકોને મંજૂરી આપવામાં આવી છે, જો સ્ટેજ મોટુ હોય તો વધુમાં વઘુ 14 લોકોને મંજુરી આપવામાં આવી છે. કાર્યક્રમને લઇને પહેલા મંજૂરી લેવી જરુરી રહેશે. ડોર ટુ ડોર પ્રચારમાં મહત્તમ 5 વ્યકિત રાખી શકાશે. ચૂંટણી પ્રચાર દરમિયાન રોડ- શો કે બાઇક રેલીમાં 5 વાહનો પછી યોગ્ય અંતર જાળવવું પડશે. કોવિડ-19ની માર્ગદર્શિકા સાથે જાહેર રેલી યોજી શકાશે.

રાજ્યમાં યોજાનારી આઠ બેઠકો પર પેટાચૂંટણીમાં આગામી ત્રણ નવેમ્બરે મતદાન થશે. જ્યારે મતગણતરી 10 નવેમ્બરે થશે.