જામનગરઃ જામનગરમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં બ્રાસ પાર્ટના કારખાનેદારના માલિકના પુત્રે કારખાનામાં કામ કરતી સગીર છોકરી સાથે કારખાનામાં જ શરીર સુખ માણ્યું હતું. માલિકના પુત્ર સાથે કારખાનામાં કામ કરતા એક અન્ય શખ્શે પણ કારખાનામાં કામે આવતી આ સગીરાને હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. આ બંને હવસખોરે છોકરી સાથે વારંવાર પરાણે શરીર સુખ માણીને બળાત્કાર ગુજરાતીને છોકરીને ગર્ભવતી બનાવી દીધી હતી. છોકરીની માતાએ છોકરીના શરીરમાં થઈ રહેલા ફેરફારોને કારણ પૂછતાં તેણે પોતાની આપવિતી જણાવતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગર સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શહેરના ગરીબ પરિવારની સગીર વયની પુત્રી પણ મજૂરી કામે જઇ પરિવારની મદદ કરી રહી છે. આ છોકરી શહેરના હિંગળાજ ચોક ખાતે આવેલા રમેશભાઇના કારખાને મજૂરી કામ કરવા જતી હતી. છેલ્લા એકાદ વર્ષથી અહીં મજૂરી કામ કરતી આ છોકરી સાથે કારખાનેદારના પુત્ર પિયુષ રમેશભાઇ ડાંગરે કારખાનામાં જ પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી કારખાનામાં કામ કરતા અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિપક સિદુભાઇ કોળીએ પણ છોકરી સાથે શરીર સુખ માણ્યું હતું.
આ બંને હવસખોરે વાસના સંતોષવા માટે સગીરાને ધાક-ધમકી આપી હતી અને કારખાનામાં જ તેની પર અવાર-નવાર બળાત્કાર ગુર્જાર્યો હતો. આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની પણ બંનેએ ધમકી આપી હતી. વારંવાર બળાત્કારના કારણે છોકરી ગર્ભવતી બની ગઈ હતી.
પુત્રીના શરીરમાં આવેલા ફેરફારોને કારણે તેની માતાએ તેને પૂછતાં તેણે તેના પર બળાત્કાર ગુજારાયો હોવાનું કહ્યું હતું. તેના પરિવારે મેડીકલ પરિક્ષણ કરાવતા તેને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પુત્રીને સાથે રાખી આ બંને હવસખોર સામે તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાનો કબ્જો લઈને મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા પણ તપાસ હાથ ધરી છે.