Janmashtami 2022 Dwarkadhish Live : દ્વારકાધીશના દર્શન માટે વહેલી સવારથી લાગી લાંબી લાઇન
સમગ્ર દેશભરમાં આજે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાથે ઉમટ્યા છે. લાંબી લાંબી કતારોમાં હરિભક્તો ઉપસ્થિત છે.
જગત મંદિરમાં જન્માષ્ટમી સંદર્ભે ચોરી ચપાટી કરતી ગેંગ ઝડપાઈ. મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશથી આવેલ આંતરરાજ્ય ચોરી કરતી ગેંગ નાં ટોટલ 13 આરોપીઓ ને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. મુદામાલ અઢી લાખ રોકડ રકમ સાથે જિલ્લા પોલીસ વિભાગની સફળતા.
જન્માષ્ટમીના તહેવાર પર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે મંદિરોમાં ભીડ જોવા મળી. ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણ રણછોડરાયજીના સ્વરૂપે બિરાજમાન છે. રણછોડરાયના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો શરૂ. હજારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે
દ્વારકામાં ધજાજીનું વિશેષ મહત્વ. નિત્યા દ્વારકાધીશની પાંચ ધજા બદલાય છે. વર્ષોથી મુંબઈનો એક પરિવાર ધજા લહેરાવે છે. ધજાજી ભગવાન શ્રીકૃષ્ણની પાગ કહેવાય છે. દૂરથી પણ ધજાજીના દર્શન કરીને જીવન ધન્ય બને છે
આજે જન્માષ્ટમીની સાંજે 5 વાગ્યે સી એમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા દર્શને. સાંજે 5 વાગ્યે જગત મંદિર નાં દર્શન અને ઓખા ખાતે સિજ્ઞેચર બ્રિજ ની મુલાકાત લેશે. સૂત્રો દ્વારા માહિતી મળી છે. જો કે હજુ સતાવાર કોઈ પુષ્ટિ નહિ.
બ્રેકગ્રાઉન્ડ
દ્વારકાઃ આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે. સમગ્ર દેશભરમાં આજે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાથે ઉમટ્યા છે. લાંબી લાંબી કતારોમાં હરિભક્તો ઉપસ્થિત છે. સૌ કોઈ વ્હાલાના વધામણા લેવા માટે દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા છે. સ્વર્ગ દ્વારાની બહાર બે કિલોમીટર સુધીની લાંબી કતારો લાગી છે.
જન્માષ્ટમીના પૂર્વ સંધ્યાએ દ્વારકા નગરી ને દુલ્હનની જેમ સજાવાઇ. રંગબેરંગી રોશની થી સજ્જ છે દ્વારકા. જગત મંદિરમાં રોશની ના કારણે ચાર ચાંદ લાગી ગયા. કલા શિલ્પ અને સ્થાપત્ય નો ઉત્કૃષ્ટ મંદિર એટલે જગત મંદિર. ભગવાન શ્રીકૃષ્ણની તસવીરો ની એલઇડી તૈયાર કરવામાં આવી છે.
જન્માષ્ટમીને લઈને દ્વારકામાં અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત. 1200 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત છે. 1 એસપી 1ડીવાયએસપી 4પીઆઇ 8 પીએસઆઇ સહિતના અધિકારીઓ સુરક્ષામાં તૈનાત. પહેલી વખત સી ટીમ અશક્ત હરિભક્તોને મદદ કરશે.
બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી ભક્તો કરી શકશે દ્વારકાધીશ ના દર્શન.. બપોરે ૧ થી સાંજ ના ૫ વાગ્યા સુધી રહેશે મંદિર અનોસર એટલે કે બંધ. સાંજે ૦૫ વાગ્યા થી રાત્રિ ના ૦૯ વાગ્યા સુધી ભક્તો માટે દર્શન રહેશે ખુલ્લા. ત્યાર બાદ રાત્રિ ના ૧૨ ના ટકોરે ભગવાન નો જન્મોત્સવ ઉજવાશે.
ભક્તો મધરાત્રિ ના ૦૨:૩૦ સુધી કરી શકશે ભગવાન ના જન્મોત્સવના દર્શન. તારીખ.20/8/2022 નાં રોજ પારણા ઉત્સવ દર્શન સવારે 7 કલાકે. સવારે10 થી સાંજ નાં 5 વાગ્યા સુધી મંદિર અનોશર...એટલે કે બંધ રહેશે. સાંજે 5 વાગ્યા થી મંદિર રાબેતા મુજબ ખુલશે..
દ્વારકામાં ગોમતી ઘાટ અનેરૂ મહત્વ. ગોમતીઘાટે મોટી સંખ્યામાં હરિભક્તો કરી રહ્યા છે સ્નાન. સ્નાન કર્યા બાદ ભક્તો ભગવાનના દરબારે જતા હોય છે. કહેવાય છે કે ભવ ભવ ના પાપો માંથી મુક્તિ મળતી હોય છે. સ્કંધ પુરાણમાં પણ ગોમતીઘાટનું અનેરૂ મહત્વ.
દ્વારકાના મુખ્ય તહેવાર જન્માષ્ટમી નો તહેવાર નો પ્રરંભ થયો છે ત્યારે દ્વારકા તંત્ર, પોલીસ, દેવસ્થાન સમિતિ .નગરપાલિકા દ્વારા ભક્તો માટે કીર્તિસ્તંભથી બેરીકેટીંગ બનાવવામાં આવી છે. ત્યાથી છપ્પનસીડી મારફતે સ્વર્ગદ્વારથી ભક્તો શ્રીજીના દર્શન કરી મોક્ષદ્વારથી બહાર નીકળશે. જન્માષ્ટમી નાં રાત્રે ઉત્સવ આરતી માં રાજ્ય નાં મંત્રી પૂર્ણેશ મોદી આવશે. પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.આ તકે જન્માષ્ટમી નો તહેવાર શાંતિ પૂર્વક પૂર્ણ થાય તે માટે સજ્જ હોય આજે પત્રકારો સમક્ષ પી સી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -