અમદાવાદ: કોરોના વાયરસને અટકાવવા માટે ગુજરાત સહિત દેશમાં ‘જનતા કર્ફ્યુ’ કરવામાં આવ્યું છે. જનતા કર્ફ્યુ પહેલા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આગામી 25 તારીખ સુધી સંપૂર્ણ બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આજે સવારથી ગુજરાતમાં રસ્તાઓ સૂમસાન જોવા મળ્યાં હતાં. ગુજરાતમાં અત્યાર સુધીમાં 14 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.



માત્ર ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખવામાં આવશે. મોલ્સ, શોપિંગ સેન્ટર્સ, દુકાનો બંધ રહેશે. રેલવે સેવાઓ બંધ. રાજ્યોની બસ સેવા પર રોક . ઓટો-ટેક્સી પણ નહીં મળે. હોટલોને બંધ રાખવા આદેશ અપાયા છે.



ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં 25 માર્ચ સુધી જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ ચારેય શહેરોમાં લૉકડાઉન જેવી સ્થિતિ રહેશે. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.



કોરોનાને મ્હાત આપવા દેશની જનતા એકજૂટ

- કોરોનાના કારણે દેશભરમાં જનતા કરફ્યૂ
- સવારના 7 થી રાતના 9 વાગ્યા સુધી જનતા કરફ્યૂ
- દેશમાં તમામ વાહન વ્યવહાર બંધ કરી દેવાયા
- એકબીજાના સીધા સંપર્કમાં આવવાથી રોકવા માટે જનતા કર્ફ્યુ
- દિવસે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે
- દવાઓ, શાકભાજી, કરિયાણા, દૂધનું વેચાણ ચાલુ રહેશે
- રાજ્યમાં મેડિકલ સેવાઓ પણ ચાલુ
- રાજ્યમાં ઓનલાઇન સેવાઓ ચાલુ
- રાજ્યમાં એસટી સર્વિસ બંધ
- મહાનગરોમાં સિટી બસ સેવાઓ બંધ
- રિક્ષા અને ટેક્સી સેવાઓ પણ બંધ
- ઉદ્યોગ અને કારખાનાઓ પણ બંધ
- ગુજરાતના ચાર મહાનગરો લોકડાઉન



કોરોના વાયરસના પગલે ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 25 માર્ચ સુધી જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. કોરના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે. વીમા કંપનીઓ, બેંક, ATM અને પેટ્રોલપંપ ચાલુ રહેશે. મનપા, પંચાયતની સેવા, વિજ સેવાઓ ચાલુ રહેશે. મીડિયા, સમાચાર પત્રો, ખાદ્ય પદાર્થો, દવા જેવી વસ્તુઓ ઉત્પાદન ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.