મહેસાણા: મહેસાણાના કડીના જાસલપુર ગામ નજીક  એક મોટી દુર્ઘટના બની છે. જાસલપુરમાં એક ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત થયા છે. ભેખડ ધસી પડતા ઘણા  શ્રમિકો દટાયા હતા.  માટીની ભેખડ ધસી પડી હતી. આ ભેખડ ધસી પડતાં તેની અંદર મજૂરો દટાયા હતા.  જેમાંથી 9 મજૂરોના માટીમાં દબાઈ જવાના કારણે  મોત નીપજ્યા છે. હાલમાં તમામ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.   આ ઉપરાંત અન્ય કેટલાક જેટલા મજૂરો  નીચે દટાયા હોવાની આશંકા છે.


ભેખડ ધસી પડવાની  આ ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે.  નિર્માણ સમયે દિવાલ ધસી પડતા આ ઘટના બની હતી. ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 






ખાનગી કંપનીમાં કરૂણ ઘટના બની   


આ ઘટના સ્થળે હાલ પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો પહોંચ્યો છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ  કામગીરી શરૂ કરવામાં આવી છે. જાસલપુર -અલદેસણ ગામ વચ્ચે ખાનગી કંપનીમાં કરૂણ ઘટના બની હતી.  અંડર કન્સ્ટ્રક્શન સ્ટીલ કંપનીમાં કામ ચાલતું હતું. આ દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા મોટી દુર્ધટના સર્જાઇ હતી. 


બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે 


પાંચ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર હાજર છે.  હાલ મજૂરોને બહાર કાઢવાનું કામ JCB ની મદદથી કરવામાં આવી રહ્યું છે. નવ શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.       


શ્રમિકો રાજસ્થાન અને મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. હાલ તો ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.    


બચનાર વ્યક્તિએ સૌથી મોટો દાવો કર્યો


ભેખડ ધસી પડી તેમાં બચનાર વ્યક્તિએ સૌથી મોટો દાવો કર્યો છે. દુર્ઘટના અંગે સવારે જ આશંકા વ્યક્ત કરી હતી. કોઈપણ સેફ્ટીના સાધનો ન હોવાનો દાવો બચનાર વ્યક્તિએ કર્યો છે. જેમને પણ કોન્ટ્રાક્ટ સોંપાયો છે તેમની સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.