ગાંધીનગરઃ કોરોના વાયરસથી સુરક્ષિત ગણાતુ ગુજરાત રાજ્ય હવે કોરોના વાયરસથી સંક્રમિત થયુ છે. ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કુલ 5 કેસો પૉઝિટીવ આવ્યા છે, ગઇકાલે બે અને આજે ત્રણ કેસો પૉઝિટીવ આવ્યા હોવાનો ખુલાસો ખુદ ગુજરાતના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના મુખ્ય સચિવે કર્યો છે.


ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના મુખ્ય સચિવ જંયતિ રવીએ કોરના વાયરસના કેસની પુષ્ટિ કરી છે, તેમને જણાવ્યુ કે, ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને પાંચ થઇ છે, જેમાં એક સુરત, એક રાજકોટ, એક વડોદરા અને બે અમદાવાદના કેસો સામેલ છે.





જયંતિ રવીએ આજે જણાવ્યુ કે અમદાવામાં બે કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં એક વ્યક્તિ ફિનલેન્ડથી આવ્યો છે અને બીજો વ્યક્તિ ન્યૂયોર્કથી આવ્યો છે.



જ્યારે વડોદરાના પૉઝિટીવ કેસ અંગે જણાવતા કહ્યું કે, વડોદરાના કોરોના દર્દી સ્પેનની મુસાફરી કરીને વડોદરા આવ્યો છે. આમ આજે ત્રણ કેસ પૉઝિટીવ આવતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે.