હેડ ક્લાર્કનું પેપર લીક કરવાનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. તેના બે ભત્રીજાએ પેપરલીકનું  ષડયંત્ર કર્યું હતું. દેવલ નામનો વ્યક્તિ લઈ આવ્યો હતો પેપર. 


ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે. સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહી છે.  


પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. 


ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે. સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પરીક્ષા માટે ફૂલ પ્રૂફ સિસ્ટમ રાખવામાં ગૌણ સેવા ફેઇલ રહ્યું છે. 


હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર સાબરકાંઠામાં ફ્ટ્યું નથી તેવા અહેવાલ સામે આવ્યા હતા. પરંતુ પુરાવા બાદ હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર ફોડનારા સાબરકાંઠાના હોવાનું સામે આવ્યું છે. પરીક્ષાનું પેપર ફૂટવાનું એપી સેન્ટર સાબરકાંઠા છે. હવે  આ વિશે નજીકના સમયમાં ફરિયાદ નોંધાઈ શકે છે. સાબરકાંઠા LCBએ પુરાવાઓ એકત્રિત કર્યા છે. આરોપીઓનાં નામ જોગ ફરિયાદ નોંધાશે.