ગુજરાતમાં  શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ધીમે ધીમે ઠંડીએ જોર  પકડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી નીચું નોંધાતા મોડી સાંજે સામાન્ય કરતાં ઠંડીની વધુ અસર જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં  સૌરાષ્ટ્ર, કચ્છ  અને ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. 


ક્યાં શહેરમાં કેટલું તાપમાન નોંધાયું


નલિયા- 6.0 ડિગ્રી
કંડલા એરપોર્ટ-11.0 ડિગ્રી
ડિસા -11.0 ડિગ્રી
ભૂજ - 12.8 ડિગ્રી
ગાંધીનગર -13.0 ડિગ્રી
વલસાડ-13.0 ડિગ્રી
અમદાવાદ -13.4 ડિગ્રી
કેશોદ – 13.6 ડિગ્રી
રાજકોટ 13.7 ડિગ્રી
મહુવા 14.1 ડિગ્રી
સુરેન્દ્રનગર 14.5 ડિગ્રી
અમરેલી 14.6 ડિગ્રી
દિવ- 15.5 ડિગ્રી
પોરબંદર 16.0 ડિગ્રી
ભાવનગર 16.3 ડિગ્રી
વડોદરા 17.2 ડિગ્રી
દ્વારકા -17.6 ડિગ્રી
સુરત- 18.6 ડિગ્રી



હવામાન વિભાગે આગામી ચાર દિવસ બાદ ગુજરાતમાં ઠંડીની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અન કચ્છમાં ઠંડીનો જોર વધી શકે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હાલ રાજ્યમાના મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે.



ઉત્તર ભારતમાં  થયેલ હિમવર્ષાના પગલે પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાય રહ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાનના પારો ગગડતાં શૂન્યે પહોંચી જતા અહીં બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં વાહનો,વૃક્ષો પર બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે.


Surat: પાંડેસરામાં 10 વર્ષીય માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા


 


ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસમહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ


India Corona Cases: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારોજાણો આજનો લેટેસ્ટ આંકડો


Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયોનહીં તો પછી.......


Supriya Lifescience IPO: આજે ખૂલ્યો સુપ્રિયા લાઇફસાયન્સનો આઈપીએજાણો કેટલું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ