અમિત શાહે ટ્વિટ કરી કહ્યું, મહાનગરોની સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે શ્રી સીઆર પાટીલ, મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને શ્રી નીતિનભાઈ પટેલ અને તમામ ઉર્જાવાન કાર્યકરો ને ખૂબ ખૂબ અભિનંદન.
6 મહાનગર પાલિકામાં ભાજપની જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. નડ્ડાએ કહ્યુ કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામ પર જનતાને અતૂટ વિશ્વાસ છે. તેમણે આ જીત માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાર્ટી અધ્યક્ષ પાટીલને પણ અભિનંદન આપ્યા હતા.