જૂનાગઢ : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કર્યાના 24 કલાકમાં જ ભાજપમાં ભડકો થયો છે.  મેયરની વરણીને લઈ ભાજપમાં અસંતોષ બહાર આવ્યો છે અને પાંચ કોર્પોરેટરે તમામ પદો પરથી રાજીનામા  દેવાની જાહેરાત કરી છે. બ્રીજીશાબેન સોલંકી, જીવાભાઈ સોલંકી, વાલભાઈ આમછેડા, દિવાળીબેન પરમાર અને અશોકભાઈ ચાવડાએ તમામ પદો પરથી રાજીનામાં ધરી દેવાની જાહેરાત કરી છે.


જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગીતાબેન પરમારને મેયર બનાવતા વિવાદ થયો છે અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો બગડ્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છ એસ.સી. સભ્યો પૈકી પાંચ દલિત અને એક વાલ્મિકી નગરસેવક હોવા છતાં દલિતને બદલે વાલ્મિકી નગરસેવકને મેયર બનાવતાં વિવાદ થયો છે.

દલિત સમાજના પાંચ સભ્યો રાજીનામા આપવા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહોંચ્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંનવા પદાધિકારીઓ આજે પદગ્રહણ કરે ત્યારે પાંચ નગર સેવકોના રાજીનામાં પડશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહાનગરપાલિકાના નવા મેયરને લઈને ભાજપમાં પહેલેથી ઉકળતો ચરૂ હતો અને ગીતાબેન પરમારની પસંદગી થતાં આ અસંતોષ બહાર આવી ગયો છે.


ભાજપ દ્વારા સોમવારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકે ગીતા બેન પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાનું નામ જાહેર થયું હતું. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હરેશ પરસાણા, શાસક નેતા તરીકે કિરીટ ભીભા અને દંડક અરવિંદભાઈ ભલાણીના નામની જાહેરાત થઈ હતી. 


Ahmedabad : વહેલી સવારથી શહેરમાં ધુમ્મસવાળું વાતાવરણ, વાહનચાલકોને પડી ભારે હાલાકી


અમદાવાદઃ આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. ૫૦૦ મીટરના અંતરે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહનચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવી રહ્યા છે. પવનની દિશા બદલાતા અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. આગામી બે દિવસ બાદ ફરી અમદાવાદમાં ઠંડીનો ચમકારો થયો છે. ઉત્તર ભારતમાં પડેલા હિમવર્ષાના કારણે આગામી દિવસમાં ઠંડી વર્તાશે.


બનાસકાંઠાના લાખણી પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે. વાદળછાયું વાતાવરણને લઇ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. પાટણના રાધનપુર પંથકમાં વહેલી સવારથી ધૂમમ્સ ભર્યું વાતાવરણ સર્જાયું હુતં. ગ્રામણી પંથકમાં જોવા મળ્યું ધૂમમ્સ ભર્યું વાતાવરણ છે. 
ધુમમ્સ વાળા વાતાવરણના કારણે વિજીબિલિટીમાં ઘટાડો થયો છે. 


જામનગરમાં વહેલી સવારથી શહેર તેમજ હાઇવે પર ગાઢ ધુમ્મસ છે. આજે સતત બીજા દિવસે શહેર માં ગાઢ ધુમ્મસનો માહોલ છે. હાઇવે પર ઝાકળ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વધારે ઝાકળના કારણે વીઝીબીલીટી થઈ ઓછી. જામનગરમાં વહેલી સવારથી ઝાકલભર્યા વાતાવરણથી રસ્તાઓ ભીના થયા. વાહનો લાઈટ ચાલુ રાખી ને વાહનો ચલાવવાની ફરજ પડી હતી.