જૂનાગઢઃ જુનાગઢમાં વકીલની હત્યાનો મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે. વકીલ નિલેશ દાફડા નામના વકીલની ગઈ કાલે હત્યા થઈ હતી. હવે વકીલની પત્નીએ જ હત્યા કર્યાનું સામે આવતાં ખભળાટ મચી ગયો છે. પત્નીએ જ ઘર કંકાસને કારણે કંટાળીને પત્નીની હત્યા કરી નાંખ હતી.
પતિ દારૂ પીને મારઝૂડ કરી ત્રાસ આપતો હોવાવાની પોલીસ પાસે પત્નીએ કબૂલાત કરી હતી. પોલીસે પતિની હત્યા કરનારી પત્નીની ધરપકડ કરી છે. જૂનાગઢના મંગલધામ 2માં રહેતા યુવા વકિલની તેમના ઘરમાં જ મોડી રાત્રીના છરીથી ગળા પર અસંખ્યા ઘા મારી હત્યા કરવામાં આવતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી હતી.
મધુરમ સ્થિત મંગલધામ 2માં રહેતા અને વ્યવસાયે વકિલાત કરતા 35 વર્ષીય નિલેશ દાફડાની તેના ઘરમાં જ હત્યા કરી દેવાઇ હતી. મૃતક વકીલ પત્ની કાજલ અને 5 વર્ષના પુત્ર તેમજ 2 વર્ષની પુત્રી સાથે રહેતો હતો. તેમના પિતાનું 17 એપ્રિલ 2021ના ન્યુમોનિયાથી અવસાન થયું હતું. જ્યારે માતા અલગ મકાનમાં રહે છે.
Mehsana : પરીણિત યુવતીને પૂર્વ પ્રેમી શરીર સુખ માણવા કરતો હતો દબાણ, ફોટા વાયરલ કરવાની આપી ધમકી ને યુવતીએ.........
મહેસાણાઃ સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે પૂર્વ પ્રેમીથી કંટાળીને યુવતી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 22 વર્ષીય પરણીત યુવતીને પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હોવાથી પરણીતાને લાગી આવ્યું હતું અને જાતે સળગીને આપઘાત કરી લીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 22 વર્ષીય પરિણીતાને લગ્ન પહેલા એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. જે તે સમયે આ યુવક સાથે યુવતીને સંબંધ પણ હતા. ત્યારે યુવકે અંગતપળોની કેટલીક તસવીરો લઈ લીધી હતી. બીજી તરફ યુવતીના લગ્ન થતાં તેણે યુવક સાથેના પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા.
જોકે, પ્રેમી પ્રેમસંબંધ તોડવા તૈયાર નહોતો. યુવકે યુવતીની અંગતપળોની તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેને સંબંધ બાંધવા માટે ધમકી આપી રહ્યો હતો. ત્યારે યુવતી મળવા નહીં જાય તો પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરી દેશે તેવો તેને ડર પેશી ગયો હતો તેમજ આ જ ડરથી .તેમણે ઘરે જાત જલાવીને આપઘાત કરી લીધો હતો. 22 વર્ષીય પરિણીતાને આપઘાત માટે મજબુર કરનાર પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.