સુરેન્દ્રનગરઃ ધંધુકા બગોદરા હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. ખડોળ પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇ જતાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ૫૬ મુસાફરોમાંથી ૩૫ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી જેમાં ત્રણ નાના બાળકો સહિત ૧૧ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 


ઘટનાની જાણ થતાં ધંધુકા/ફેદરા /બગોદરા/ ધોલેરા /બરવાળા /રાણપુર   ૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી હતી. તેમજ ઘાયલોને 108 મારફતે ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૪ ( ૧૦૮ એમ્બ્યુલન્સ ) મારફતે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર બાજુ ટુર પર જવા નીકળી હતી.


ગુજરાતમાં શિક્ષકોને ફરજિયાત  8 કલાકની ડ્યુટી અંગે શિક્ષણ મંત્રીએ શું કરી મોટી જાહેરાત ?


ગાંધીનગરઃ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ફરજિયાત રીતે સોમવારથી શુક્રવાર દરમિયાન 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો છે. આ આદેશ સામે શિક્ષકોમાં વિરોધ છે ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોના કામના 8 કલાક ઘટાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.


શિક્ષણ મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ સરકારના કર્મચારીઓ જ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. ચુડાસમાએ ધોરણ 1 થી ધોરણ 5ના ક્લાસ ઓફ લાઈન શરૂ કરવા અંગે કહ્યું હતું કે, આ નાનાં ભૂલકાં ના સ્વાસ્થ્યનો મામલો છે માટે બાળકોના સ્વાસ્થ્યના હિતને ઘ્યાનમાં રાખીને યોગ્ય વિચારણા કરવામાં આવશે.


સ્વામિનારાયણ ગુરુકુળ ઝુંડાલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ પ્રતિભાવાન વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. મીડિયા સમક્ષ નિવેદન આપતા ચુડાસમાએ કહ્યું હતું કે,  શિક્ષકોના કામના 8 કલાક ઘટાડવાની માગણી કરાય છે પણ રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ સરકારના કર્મચારીઓ જ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. શિક્ષકો પણ સરકારનો જ એક ભાગ છે તેથી તેમના માટે નિયમો અલગ ના હોઈ શકે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, રાજ્ય  સરકારનો ભાગ હોવાના કારણે શિક્ષકોએ પણ ૮ કલાકની ફરજ બજાવવી પડશે.


ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે પણ ધોરણ 1 થી ધોરણ 5ના વર્ગોમાં નાનાં બાળકો હોય છે અને  નાનાં ભૂલકાંના સ્વાસ્થ્યનો મામલો છે માટે બાળકોના સ્વાસ્થ્યના હિતને ઘ્યાનમાં રાખીને યોગ્ય વિચારણા કરવામાં આવશે. આરટીઇ એક્ટ-2009ની જોગવાઈ મુજબ શાળાનો સમય સોમવારથી શુક્રવાર સુધી 8 કલાક અને શનિવારે 5 કલાક થતો હોવાથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે.