જૂનાગઢ : માંગરોળના નગીચાણા ગામે  ખેડૂતનો શિયાળુ પાક સળગીને ખાખ થયો છે. આશરે વીશ વિઘાના ઘંઉના પાકમાં આગ લાગી હતી. ઘઉંમાં આગ લાગતા આસપાસના ખેડૂતો આગ બુજાવવા દોડ્યા હતા. અંતે આગ પર કાબુ મેળવાયો છે.  ઘઉંમાં ક્યાં કારણો સર આગ લાગી તેનું કારણ અકબંધ છે. 






ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળું પાક માટે વ્યાજ રાહતની યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઇ. મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે રૂ. 880 કરોડ રૂપિયાની જોગવાઇ. બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડ રૂપિયાની જોગવાઇ. કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ. મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડ રૂપિયાની જોગવાઈ. ખેડૂતોને રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત. પશુ પાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવાની યોજનાની જાહેરાત. બંને ક્ષેત્રોમાં દર વર્ષે અંદાજિત 8થી 10 હગજાર કરોડનું ધિરાણ મેળવી શકાશે.


અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4782 કરોડ. આદિજાતિ વિભાગ માટે 2909 કરોડની જોગવાઈ. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 9048 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ વિભાગના 14,297 કરોડની જોગવાઈ. ઉદ્યોગ વિભાગ માટે 7030 કરોડની જોગવાઈ.  પ્રવાસન વિભાગ માટે 465 કરોડની જોગવાઈ.


વિજ્ઞાન અને પ્રૌધૌગીકી વિભાગ માટે 670 કરોડ જોગવાઈ. શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ માટે 1837 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન વિભાગ માટે 12,024 કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1504 કરોડની જોગવાઈ. ઉર્જા વિભાગમા 15,568 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ માટે 2909 કરોડ ની બજેટમાં જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં 500 નવા મોબાઈટ ટાવર ઉભા કરાશે.


રાજ્યમાં 25 બિરસા મુંડા જ્ઞાનશીક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ શરૂ કરાશે....જ્યાં 50 હજાર વિધાર્થીઓ રહી શકશે જે માટે 45 કરોડ ની બજેટમાં જોગવાઈ..