ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 116  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1428  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 14 લોકો વેન્ટીલેટર પર છે. 1414 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,10,545 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,933 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 1 દર્દીનું મોત થયું છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 17, વડોદરામાં નવ, આણંદમાં ચાર, બનાસકાંઠામાં ચાર, કચ્છમાં ચાર, સુરતમાં ચાર, દાહોદમાં ત્રણ, ગાંધીનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં ત્રણ, મહીસાગરમાં બે, મહેસાણામાં બે, પાટણમાં બે, રાજકોટ કોર્પોરેશનમાં બે, સુરેન્દ્રનગરમાં બે, છોટાઉદેપુર, મોરબી, નવસારી, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત કોર્પોરેશન, તાપીમા કોરોનાના એક-એક કેસ નોંધાયા હતા. તે સિવાય અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, નર્મદા, પોરબંદર, વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 334 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.99  ટકાએ પહોંચ્યો છે. આજે 79,461 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 1 લોકોના મોત થયા છે.  વડોદરા કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.


જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ  મજબૂતાઈથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16 ને પ્રથમ અને 15 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1300 ને પ્રથમ જ્યારે 4679 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5659 ને રસીનો પ્રથમ જ્યારે 26,706 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 1222 ને પ્રથમ જ્યારે 29,185 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 10,680ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 79,461 કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,30,94,826 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


 


Patanjali PNB Credit Card: પતંજલિએ પંજાબ નેશનલ બેંક સાથે મળીને લોન્ચ કર્યું RuPay ક્રેડિટ કાર્ડ, જાણો શું છે ફીચર્સ


PG Dental NEET Reschedule: પીજી ડેન્ટલ નીટ થઈ રીશિડ્યૂલ, જાણો કઈ તારીખે પરીક્ષા યોજાશે અને ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ


IPl 2022 Suresh Raina: આઈપીએલ હરાજીમાં કોઈએ ન ખરીદેલો આ સ્ટાર ભારતીય ખેલાડી ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે ? ધોનીનો છે ખાસ


i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી