JUNAGADH: ગુજરાતની જુનાગઢ મહાનગર પાલિકાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જુનાગઢ મહાનગર પાલિકાને વિશ્વની પ્રથમ વૉટર ક્રેડિટ ઉપલબ્ધિ મળી છે, મહાનગર પાલિકાને આ ઉપલબ્ધિ યૂનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી નામની સંસ્થા તરફથી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં એકમાત્ર મહાનગર પાલિકા, એટલે કે જુનાગઢ મહાનગર પાલિકા વૉટર ક્રેડિટ મેળવનારી વિશ્વની પ્રથમ સરકારી સંસ્થા બની ગઇ છે. વર્ષ 2014થી અત્યાર સુધી જુનાગઢ મહાનગર પાલિકાને 90 લાખ વૉટર ક્રેડિટ મળી છે. હસાનાપુર ડેમના પાણીનો ઉપયોગ કરીને જુનાગઢ મનપાએ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. ખાસ વાત છે કે, જુનાગઢ મહાનગર પાલિકા પૂર્વીય જુનાગઢ વિસ્તારમાં 40 ટકા પાણી હસાનાપુર ડેમમાંથી પૂરું પાડે છે. આ કામને બિરદાવતા યૂનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી નામની સંસ્થાએ જુનાગઢ મહાનગર પાલિકાને વૉટર ક્રેડિટ આપી છે. યૂનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી નામની સંસ્થા કલાઈમેટ ચેન્જ અંગે કામ કરતી એક વૉલેન્ટરી સંસ્થા છે. કુદરતી સ્ત્રોતથી પાણીનો ઉપયોગ કરનાર સંસ્થાને 1 હજાર પાણીના ઉપયોગ બદલ 1 વૉટર ક્રેડિટ મળે છે, વર્ષ 2014થી વૉટર ક્રેડિટ મેથેડોલૉજી શરૂ કરવામાં આવી છે. યૂનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી કલાઇમેટ ચેન્જ પર કામ કરનારી એશિયાની બીજા નંબરની સંસ્થા છે. પુના સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વમાં વૉટર ક્રેડિટ મેળવનારી પહેલા નંબરની ખાનગી સંસ્થા બની છે.
જૂનાગઢના આ 3 ડેમ થયા ઓવરફ્લો
જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે વિસ્તારમાં વિસ્તારમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત ભેસાણમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જૂનાગઢની ઓજત નદી બે કાંઠે વહેવા લાગી છે. ડેમના તમામ 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. વથંલી પાસેના ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદને લીધે નદીમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત વિસાવદર નજીક આવેલ આંબાજળ ડેમમાં નવા નીર આવ્યા છે. આંબાજળ જળાશયનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ડેમ આસપાસના વિસ્તારમાં સિંચાઈનું પાણી પુરુ પાડે છે. હવે નવા નીર આવતા સિંચાઈના પાણીની સમસ્યાનો હલ આવશે. જૂનાગઢના ભેસાણમાં ધોધમાર વરસાદ બાદ ઉબેણ ડેમ ઓવરફ્લો થયો છે. ઉબેણ ડેમ ભેસાણ તાલુકાનો સૌથી મોટો ડેમ છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ઉબેણ હેઠળ કુલ 17 ગામો આવે છે. જુનાગઢ જિલ્લાના વંથલીમાં ઊબેણ નદી બે કાંઠે વહી રહી છે. ભેસાણ અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો જેના કારણે ઊબેણ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. ભેસાણમાં ભારે વરસાદ પડતા પુર આવ્યું હતું.વંથલીમાં ખેડૂતોના ખેતરો અને બગીચાઓમાં પાણી ઘુસ્યા છે. નદી કાંઠાના ખેતરોમાં નુકસાન થયું છે.
Join Our Official Telegram Channel:- https://t.me/abpasmitaofficial