Lili Parikrama: જૂનાગઢના ભવનાથમા 23 નવેમ્બરથી વિધિવત લીલી પરિક્રમાનો પ્રારંભ થશે, જો કે ભાવિકોના ધસારાના જોતા આજથી યાત્રા માટે ભાવિકોને પ્રસ્થાન માટે લીલી ઝંડી અપાઇ છે.જૂનાગઢમાં ગિરનારની લીલીપરિક્રમાને લઇને ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભાવિકોને આજથી યાત્રાની મંજ્રૂરી મળી જતાં જંગલ જય ગિરનારીના નાદથી ગૂંજી ઉઠ્યુ છે.  36 કિલોમીટરની આ લીલી પરિક્રમાનો લાભ લેવા  દેશના ખુણે ખૂણે થી ભાવિકો ઉમટી પડ્યાં છે.


જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઇને  100 જેટલી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે, આજથી 5 દિવસ સુધી જૂનાગઢ જવા માટે આ એક્સ્ટ્રા બસો દોડશે, યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.લીલી પરિક્રમા શરુ થવા પૂર્વે શેરનાથ બાપુ દ્વારા  ભાવિકોને ગંદકી ન કરવા અને જંગલનું જતન કરવા માટે  અપીલ કરવામાં આવી છે, ભાવિકોને ખાસ કરીને પ્લાસ્ટિક જંગલમાં ન ફેંકવા તેમજ તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.મોટા ભાગના ભાવિકો અહીં એક બે નહી પરંતુ વર્ષોથી આ લીલી પરિક્રમાનો લ્હાવો લેવા આવતા હોય છે. પ્રકૃતિની મજા માણવાના હેતુ સાથે અહીં લોકો  પુણ્યનું ભાંથુ બાંધવા માટે પણ આવે છે.પરિક્રમાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવાયો છે.


Lili Parikrama: લીલી પરિક્રમાનું શું છે માહાત્મ્ય, જાણો કોણે સૌથી પહેલા પરિક્રમા કરી હોવાની છે લોકવાયકા


લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ


કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. કહેવાય છે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.


36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે. બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથી પડવા આઠ કિમીએ ભાવનાથમાં આવે છે. તેમજ પરિક્રમાનાં પ્રારંભથી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસાથ ઉભી કરવામાં આવે છે. જેમા કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સુરજકુંડલની જગ્યા, સુરનાળા, નાગદેવતાના સ્થાનક પાસે, બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.