જૂનાગઢઃ જિલ્લાના કાથરોટા ગામમાં યુવક પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં યુવક સૂતો હતો, ત્યારે અચાનક સિંહે હુમલો કરી દીધો હતો. જોકે, યુવાને બૂમાબૂમ કરતા સિંહ નાસી છૂટયો હતો. યુવાનને માથા અને શરીરના ભાગ ઉપર ઇજા પહોંચી છે. યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. 


અન્ય એક ઘટનામાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે. અમરેલી જિલ્લાના ચલાલાના ગરમલી ગામે વાડીમા દીપડાએ હુમલો કરી દીધો હતો. વાડીમા સૂતેલ શ્રમિક મહિલા ઉપર મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાને ગળાના ભાગે ઇજા પહોંચી હતી. અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.






ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી વધુ એક જિલ્લો થયો કોરોનામુક્ત, જાણો વિગત


અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દૈનિક કેસો 100ની અંદર આવી ગયા છે. ત્યારે રાજ્યના લોકો માટે વધુ એકવાર મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ડાંગ પછી પાટણ જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે. આમ, હવે કોરોનાની બીજી લહેર પછી ડાંગ અને પાટણ એમ બે જિલ્લા કોરોનામુક્ત થયા છે. 


આ સિવાય 13 જિલ્લા એવા છે કે જે પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. કારણ કે, આ જિલ્લાઓમાં પણ એક્ટિવ કેસો 10થી અંદર છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, સાબરકાંઠામાં 6, પંચમહાલમાં 4, નર્મદામાં 2, મોરબીમાં 3, ખેડામાં 7, કચ્છમાં 6, જૂનાગઢમાં 5, દાહોદમાં 3, છોટાઉદેપુરમાં 3, બોટાદમાં 2 અને આણંદમાં 7 એક્ટિવ કેસો છે. 

Bhavnagar : એક દીકરાની માતા એવી યુવતી સાથે યુવકને બંધાયા શારીરિક સંબંધ, એક દિવસ ઘરે બોલાવી ને પછી....


ભાવનગરઃ ગુરુવારે શહેરમાં થયેલી બે અલગ અલગ હત્યાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બંને મૃતક માતા-પુત્ર હોવાનું અને બંનેની હત્યા એક જ શખ્સે કરી હોવાનું સામે આવ્યું છે. યુવતી સાથે સંબંધ ધરાવનાર આરોપીએ બુધવારે રાત્રે યુવતીને શરીરસુખ માણવા માટે બોલાવી હતી. અહીં ઝઘડો થતા આરોપીએ માતા અને તેના સગીર પુત્રની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


આરોપી હેમલ શાહે જ અંકિતા જોશીને બુધવારે રાત્રિના શરીરસંબંધ બાંધવા માટે બોલાવી હતી. અંકિતા જોશી તેના સગીર પુત્રને લઈ હેમલ શાહના ફ્લેટ પર આવી હતી. ફ્લેટ માલિક હેમલ શાહની પુછપરછ કરતા તેમણે જ બંને હત્યાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.


હેમલે કબૂલાત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે મોલમાં અંકિતા સાથે પરિચય થયો હતો અને મોબાઇલની આપ-લે બાદ મિત્રતા કેળવાઇ હતી. આ પછી બંને વચ્ચે અનૈતિક સંબંધો પણ સ્થાપિત થયા હતા. ગત તા.૭ જૂલાઇ રાત્રે ૯.૩૦ વાગ્યે અંકિતા તેના પુત્ર શિવમ (ઉ.વ.૧૨)ને લઇ ફ્લેટે આવી હતા. તેમજ શિવમ અન્ય રૂમમાં સુઇ ગયો હતો. 


દરમિયાન અંકિતા કોઈની સાથે ફોન પર વાત કરતી હતી, જે અંગે હેમલે પૂછતાં રકઝક થઇ હતી. આ સમયે અંકિતાએ સ્કુટર લેવા માટે ૧.૨૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, હેમલે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. આથી અંકિતા રિસાઇ ગઈ હતી. આ પછી મામલો બિચકતા અને આબરુ જવાની બીકે હેમલે છરીના ઘા મારી અંકિતાની હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી માસુમ શિવમને પણ રહેંસી નાંખ્યો હતો.