Junagadh: જૂનાગઢના ખેતલિયા આશ્રમના મહંતે આત્મહત્યા કરી છે. મહંત રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટુંકાવ્યું હોવાની માહિતી મળી રહી છે.જો કે થોડા સમય પહેલા રાજ ભારતી બાપુનો પીણાના ગ્લાસ સાથેનો અને યુવતી સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. સાથે જ અન્ય કેટલાક ઓડિયો પણ વાયરલ થયા હતા. મહંત સામે ચોંકાવનારા આરોપો પણ લાગ્યા હતા કે રાજભારતી બાપુ મુસ્લિમ છે.અને સાચું નામ હુજેફા હોવાનો પત્રમાં આરોપ લાગ્યો હતો. આજે વહેલી સવાલથી કથિત ઓડિયો વીડિયોને લઈ રાજ ભારતી બાપુ વિવાદમાં હતા. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
પત્રમાં શું લખવામાં આવ્યું છે.
શ્રી ખેતલિયાદાદા આશ્રમ મંદિર જે જુનાગઢ શહેરના ઝાંઝરડા ગામમાં આવેલ છે, જે એક પવિત્ર નાગદેવતાનું મંદિર છે. જયાં હાલ મહંત તરીકે બહ્રમચારી રામકૃષ્ણાનંદ ગુરુ મુકુંદનંદ (રાજભારતી બાપુ) જે છેલ્લા દસ વર્ષ થી આ આશ્રમમા મહંત તરીકે રહેછે. તાજેતરમા જાણવા મળયું છે કે તેઓ જાતે મુસલમાન છે અને તેમનું સાચુ નામ હુજેફા છે અને હિન્દુ ધર્મના સાધુ તરીકે લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. અમે આ પત્રમા તમને બધા પુરાવાઓ મોકલવાનો પ્રયત્ન કયો છે. જેમા બાપુએ હકીકતમાં શું છે તે આપ જાણી શક્શો. આપણા સમાજમાં સાધુનું સ્થાન ભગવાન પછીનું હોય છે, જેના માટે આપણે કઈ પણ કરવા તૈયાર થઈ જઈએ છીએ. આપણા સમાજમાં એવી કહેવત છે કે પેહલા સાધુને જમાડે પછી દીકરાને આનાથી વિશેષ સાધુ માટે શું કહેવું અને બાપુ એ આ વાત નો જ ફાયદો ઉપાડી આપણા ભોળા તેમજ લાગણીશીલ સમાજને ગુમરાહ કરવાનો પ્રયત્ન કયો છે. તેમજ દુરુપયોગ કરી વિશ્વાસઘાત કર્યો છે. અને છેલ્લા દસ વર્ષ મા રાજભારતી બાપુ એ કોઈ પણ સમાજલક્ષી કાર્ય કર્યું નથી અને પોતાના સ્વાર્થ માટે પોતે બિલ્ડર બની ગયા છે. છેલ્લા દસ વર્ષમાં પૂજય રામબાપુ એ બનાવેલી શાળા અને બે હોસ્ટેલ પણ વેચી નાખી છે. પોતાના સ્વાર્થ માટે અને હવે તમે જ વિચારો રામબાપુ એ હમેશા સમાજ માટે જ કામ કયાષ છે જ્યારે રાજબાપુ એ હમેશ માટે પોતાના સ્વાર્થ માટે કામ કર્યા છે.
આપણે ત્યાં બ્રહ્મચારી સાધુને કોઈ મહિલા સાથે એકાંતમાં વાત કરવાની પણ મનાઈ હોય છે ત્યાં રાજભારતી બાપુના અનેક મહિલાઓ સાથે નજાઈશ સંબંધ છે જે એક સાધુની ગરિમાને બદનામ કરવાનું કામ કર્યુ છે અને સાધુ સમાજને લાંછન લગાડ્યું છે. જે એક સામાન્ય માણસ પણ ના કરી શકે એ રાજભારતી બાપુ એ કામ કર્યુ છે. જેના પુરાવા તરીકે હું તમને રાજભારતી બાપુના ફોનમાંથી થયેલી રીચાર્જના ના બીલ મોકલુ છુ. કોઈ એક સાધુ એક કરતાં વધારે મહિલાના મોબાઈલમાં રીચાર્જ ક્યારે કરે ?? અને સામાન્ય રીતે રીચાર્જનો સમય રાત્રે અને વહેલી સવારનો છે આનો મતલબ શું હોય એનો જવાબ તમને સારી રીતે ખબર છે. તમને જે બિલ મોકલાવ્યા છે એમાં બધી જ વિગત છે જ તેમ છતાં જેના ફોન નંબર મોકલાવ્યા છે તેના પરીવારના સભ્યો, બિલ મંગાવી આ વાતની ખાતરી કરી શકે છે કે મહિલાનો સંબંધ બાપુ જોડે શું છે અને આ મહિલાના પતિને નમ્ર વિનંતી છે કે તમારી પત્નીનું રીચાર્જ થયું એ સમયુનં બિલ કાઢી જોવો કે બાપુ જોડે આ સમયે વાત કયા સંબંધથી કરે છે. અમારો ઉદ્દેશ કોઈ મહિલાને બદનામ કરવાનો નહીં પણ સાધુ વેશમાં રહેલા લંપટ અને હવસખોરની હરકત બહાર લાવવાનો છે, જે આપણા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.