Junagadh : શહેરમાં હનીટ્રેપની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ પૈસાની તંગી પૂરી કરવા માટે યુવતી સાથે મળીને ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. યુવતીની ફાટકની ઓરડીમાં મોકલી યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, જોકે, પોલીસે ટ્રેપ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ પછી યુવતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગત 25મી જૂને રાત્રે 8 વાગ્યે સબીના ઉર્ફે સબુ ધોરાજી રેલ્વે ફાટક પાસે આવેલી ઓરડીમાં ગઈ હતી. તેમજ ગેઇટ કિપર સામે જ યુવતી નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને પછી તેના પણ પરાણે કપડા કાઢી નાંખ્યા હતા. આ જ સમયે સલમાન તયબભાઇ વિશળ, બસીર હબીબભાઇ સુમરા અને આર્યન ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક-યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો તેમજ આ પછી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ તાલુકા પોલીસને આ અંગે જાણ કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું.
ગેઇટ કિપરે પોલીસની મદદ લેતા પોલીસે છટકું ગોઠવું આરોપીઓને 3 લાખ રૂપિયા લેવા માટે બોલાવ્યા હતા. જે રૂપિયા લેવા આવતાં સલમાન તૈયબભાઇ વિશળ, બસીર ઉર્ફે ટકો હબીબભાઇ સુમરા અને આર્યન યુનુસ ઠેબાને ઝડપી પાડ્યા હતા. આ પછી આરોપી યુવતી સબીનાને પણ પકડી લેવામાં આવી છે.
આ હનીટ્રેપના માસ્ટમાઇન્ડ આર્યનને ફરિયાદી ગેઇટ કિપર સાથે મિત્રતા હતી. ફરિયાદીએ કોઈ યુવતી હોય તો કહેવાનું જણાવ્યું હતું. આ વાત ધ્યાનમાં રાખીને આર્યને પોતાના મિત્ર સલમાન વિશળ અને બશીર સુમરા સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. જેમાં તેમણે સબીના ઉર્ફે સબુને પણ લીધી હતી.
માસ્ટર માઇન્ડ આર્યન ધોરણ-12માં કોમર્સમાં અભ્યાસ કરે છે. તેની પાસે ફી ભરવાના પૈસા હતા ન હોવાથી તેમજ અનેક ગુનામાં સંડોવાયેલા સલમાને તેની પત્ની ગર્ભવતી હોવાથી દવાના પૈસા માટે હનીટ્રેપનો પ્લાન ઘડ્યો હતો. જ્યારે શબુ જુગારમાં રૂપિયા હારી જતા હનીટ્રેપના નાટકમાં જોડાઇ હતી.
આર્યને ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા પરથી હનીટ્રેપનો પ્લાન બનાવ્યો હતો. જે પ્રમાણએ ફરિયાદીનો યુવતી સાથેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં અંતે ત્રણ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. જોકે, પીડિત યુવકે તાલુકા પોલીસને જાણ કરતા સમગ્ર હનીટ્રેપનો પર્દાફાશ થયો હતો.