હાલ કોરોના કાબૂમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજાશે. 8 અને 22 જુલાઇથી બે તબક્કામાં સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 29 હજાર 914 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Continues below advertisement

UG,PG અને એક્ટર્નલના કુલ 65 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ અલગ-અલગ કોલેજોમાં પરીક્ષાનું ટાઈમટેબલ મોકલ્યું છે. જો કે ઓફલાઈન પરીક્ષા સમયે સરકારની તમામ એસ.ઓ.પી નું પાલન કરવું રહેશે.

આ પરીક્ષાઓ બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 32000 જેટલા વિદ્યાર્થીઓને 8 જુલાઈથી પરીક્ષા લેવાશે. ત્યારબાદ બીજા તબક્કામાં કુલ 33000 વિદ્યાર્થીઓ 19 જુલાઈએ પરીક્ષા લેવામાં આવશે. બન્ને મળી કુલ 65000થી વધુ પરીક્ષાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કુલ 106 કેન્દ્રો પર સરકારની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા લેવાશે.

Continues below advertisement

પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે. કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળે, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરાશે.

એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે. બે વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ જળવાશે, સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે.

તો આ તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. 19 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.બી.એ. સેમેસ્ટર 6 ની રેગ્યુલર અને એમ.એ.,એમ.કોમ.એમ.એસ.સી. સેમેસ્ટર 4ની રેગ્યુલર પરીક્ષાઓ ઑફ્લાઇન પદ્ધતિથી લેવાનો નિર્ણય કર્યો છે.

તેમાં પણ આ પરીક્ષા જૂની પદ્ધતિ મુજબ જ લેવાનો નિર્ણય લેવાયો છે. એક્સટર્નલ અભ્યાસક્રમમાં બી.એ., બી.કોમ. તૃતીય વર્ષ અને એમ.એ., એમ.કોમ. પાર્ટ 2ની પરીક્ષાઓ પણ ઑફ્લાઇન પદ્ધતિથી લેવાશે. એક્સટર્નલ અભ્યાસક્રમની પરીક્ષાઓ 29 જુલાઈથી શરૂ થશે.

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીઓને શું કર્યા આદેશ?,જુઓ વીડિયો