જૂનાગઢઃ જિલ્લાના વંથલીમાં આઠ દિવસમાં બળાત્કારની બીજી ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લુશાળા ગામની સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.


આ અંગેની વિગતો એવી છે કે, છોટાઉદેપુરના યુવાને 12 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. યુવાન મજૂરી કામ કરવા લુશાળા ગામે આવ્યો હતો. પોલીસે આરોપી સામે પોક્સો મુજબનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે.