જૂનાગઢઃ લોકડાઉનના માહોલમાં જૂનાગઢના કેશોદમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢ-કેશોદ હાઇવે પર આવેલા એક ખાનગી મિલમાંથી જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે 70 લાખ 36 હજારની  કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો હતો.  પોલીસે આ મામલે પાંચ લોકો વિરુદ્દ ફરિયાદ નોંધાઇ હતી.

જૂનાગઢ એલ.સી.બી.એ ચોક્કસ બાતમીના આધારે અગતરાય ગામે આવેલી શિવશક્તિ મીલમાં દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. લોકડાઉન છતાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાતા પોલીસે કેશોદમાં તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.