જુનાગઢમાં રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી માટે 51.32 ટકા મતદાન થયું હતું. જેમાં મતગણત્રી શરૂ થતાં મોડી સાંજે સાત વાગ્યે પરિણામો જાહેર થયા હતાં. જેમાં કુલ સાત બેઠક માટે ચુંટણી યોજાઈ હતી. જેમાં સંત વિભાગમાં દેવ પક્ષના ઉમેદવાર કો.દેવનંદનદાસજી - જૂનાગઢને 249 મત અને કો.પ્રેમસ્વરૂપદાસજી-વંથલીને 248 મત સાથે વિજય થયો હતો.
પાર્ષદની એક બેઠકમાં આચાર્ય જૂથના ન્યાલ કારણ ભગતને સૌથી વધુ 99 મત મળતાં તેનો વિજય થયો હતો. જ્યારે ગૃહસ્થ વિભાગમાં આચાર્ય જૂથના ચાર ઉમેદવાર જાદવ જેરામભાઈ ચાવડાને 9836 મત, નંદલાલ દલસુખ બામટાને 9828 મત, મગનભાઈ નાનજીભાઈ સભાયાને 9819 મત અને રતિલાલ ભરતભાઈ ભાલોડીયાને 9458 મત મળતાં ચારેય ઉમેદવાર વિજય બન્યા હતા.