જૂનાગઢમાં વંથલી હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત, સાત લોકોને ઈજા, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
abpasmita.in | 21 Oct 2016 08:49 PM (IST)
જૂનાગઢ: જૂનાગઢના વંથલી હાઈવે પર એસટી બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સાત લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. હાલમાં ઘાયલોને સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વંથલી હાઈવે પર એસ.ટી. બસ અને ખાનગી ટ્રાવેલ્સની સીટી રાઈડર બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.