જૂનાગઢઃ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરુ થયો હતો. વરસાદથી લોકોને ગરમીમાથી રાહત મળી હતી. ચોમાસું હવે પુરુ થવામાં છે ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી હ્યો છે. જેનાથી ખેડૂતોમાં ખૂશીની લહેર જોવા માળી રહી છે.
જિલ્લામાં બપોરે બાદ સાર્વત્રીક 1 ઇંચ વરસાદ નોધાયો હતો. વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યમાં ચોમાસું પ્રમાણમાં નબળુ રહ્યું છે. મોટાભાગનાં જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેના લીધે ખેડૂતો પૂરતા પ્રમાણમાં પાક લઇ શક્યા નથી.