ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 35 દર્દીના મૃત્યુ થયા છે. આજે 344 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 19119 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1190એ પહોંચ્યો છે.


રાજ્યમાં આજે નોંધાયેલ નવા કેસમાં અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણા 9, પાટણ 6, જામનગર 6, વલસાડ 5, ભાવનગર 4, અમરેલી 4,ખેડા 3,ભરૂચ 3, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર,જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકા 1-1 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 35 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-30, સુરતમાં 2 , આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1190 પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 13011 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4918 એક્ટિવ કેસ છે જેમાં 63 વેલ્ટીલેટર પર છે અને 4855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 39 હજાર 911 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 221149 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 213717 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7432 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.