Junior Clerk Exam Live : નિર્વેધ્ને પરીક્ષાનો પ્રારંભ, કેન્દ્રો પર 500થી વધુ સ્કોવોર્ડ તૈનાત

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઇ રહી છે. રાજ્યના નવ લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે.

gujarati.abplive.com Last Updated: 09 Apr 2023 12:43 PM
Junior Clerk Exam: બનાસકાંઠા જિલ્લામાં 176 કેન્દ્ર પર 52,964 પરીક્ષાર્થીઓ આપી રહ્યાં છે પરીક્ષા

બનાસકાંઠા જિલ્લામાં 176 કેન્દ્ર પર 52,964 પરીક્ષાર્થીઓ પહોંચી ચૂક્યા છે જોકે 1766 રૂમ સહિત 176 કેન્દ્ર ઉપર 176 બોર્ડના પ્રતિનિધિ પણ પહોંચી ચૂક્યા છે 11ના ટકોરે હાલ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો.  તમામ પરીક્ષાર્થીઓને ચેક કરી બુટ ચંપલ બહાર ઉતારી પ્રવેશ આપ્યો હતો

મહેસાણા: જિલ્લાના 176 પરિક્ષા કેન્દ્રો પર જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ

મહેસાણા જિલ્લામાં રવિવારે 56340 પરિક્ષાર્થી જુનિયર કલાર્કની પરીક્ષા આપી રહ્યા છે, પરીક્ષાર્થીઓએ 11.45 વાગ્યા સુધીમાં વર્ગ ખંડમાં પોતાનું સ્થાન લઈ લીધુ હતું. તમામનું ચેકિંગ કરીને પ્રવેશ અપાયો હતો. 176 પરીક્ષા કેન્દ્રોના 1878 વર્ગખોંમાં 56,340 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઇ રહી છે.  રાજ્યના નવ લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં  છે.. જ્યારે ત્રણ હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ કેન્દ્રોના ક્લાસરૂમ CCTVથી સજ્જ છે


ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે યોજાઇ રહી છે. પરીક્ષા 12:30 શરૂ થઇ ગઇ હતી. પેપર દોઢવાગ્યે પૂર્ણ થશે.  રાજ્યના નવ લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે.ય  જ્યારે ત્રણ હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ..તમામ કેન્દ્રોના ક્લાસરૂમ CCTVથી સજ્જ છે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.