= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવારે નીતિન રાણપરિયાએ ભર્યું ઉમેદવારી પત્ર વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવારે નીતિન રાણપરિયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરેશ ધાનાણી, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. ડમી ઉમેદવાર તરીકે કોંગ્રેસે લલિત વસોયા અને ચંદ્રિકાબેન વાડોદરિયાએ ફોર્મ ભર્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ભર્યું ઉમેદવારી પત્ર વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કિરીટ પટેલે ફોર્મ ભર્યું હતું. ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય રિબડીયા પણ હાજર રહ્યા હતા. કિરીટ પટેલે ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કડીમાં કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ભર્યું ફોર્મ કડીમાં કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ફોર્મ ભર્યું હતું. તેઓ ઉમેદવારી નોંધાવવા પ્રાંત અધિકારીની કચેરી પહોંચ્યા હતા. કિરીટ પટેલ, બળવંતજી ઠાકોર,શૈલેષ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કડીમાં ભાજપ-કૉંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કડીના વિજય વિશ્વાસ સંમેલનમાં સરકારના મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કર્યું મહેસાણાના કડીમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. કડીથી ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. વિજય વિશ્વાસ સંમેલનમાં ઉત્તર ગુજરાતના ભાજપ ધારાસભ્યો, સાંસદો હાજર રહ્યા હતા. કડીના વિજય વિશ્વાસ સંમેલનમાં સરકારના મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કર્યું હતું. કડીમાં પ્રચંડ બહુમતથી જીતવાનો ઋષિકેશ પટેલે હુંકાર કર્યો હતો.ઋષિકેશ પટેલે કહ્યું કે વિકાસ અને ઓપરેશન સિંદૂરના કારણે દેશભરના આશીર્વાદ મળ્યા છે. 22 મીનિટમાં પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડાઓ ધ્વસ્ત કર્યા.ભારત બાપડુ બિચારૂ નહીં ભારત પર નજર કરનારને પાઠ ભણાવાશે. PM મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીશું. મતદાર સુધી પહોંચી વિકાસનો મંત્ર પહોંચાડવો જરૂરી છે. કડીમાં જનમત સતત વધી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું વિસાવદર પેટાચૂંટણીને લઈ ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું. તેમણે કડી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નીતિન પટેલે કહ્યું કે રાજેન્દ્ર ચાવડા ભાજપના પીઢ અને પરિપક્વ નેતા છે. રાજેન્દ્ર ચાવડા 1985માં વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. રાજેન્દ્ર ચાવડા ભાજપના ખૂબ જ જૂના અને પાયાના કાર્યકર છે. આપણે આ ચૂંટણી જીતીને સૈનિકો અને મોદી સાહેબને અભિનંદન આપવાના છે. કડીના દરેક લોકો જાતિ - ધર્મ જોયા વગર ભાજપને મત આપે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિસાવદર પેટાચૂંટણીને લઈ ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું વિસાવદર પેટાચૂંટણીને લઈ ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભાજપે વિજય સંકલ્પ સંમેલન યોજ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. વિસાવદરના વિકાસને આગળ વધાવવા મુખ્યમંત્રીએ હાંકલ કરી હતી. વિસાવદરથી ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આપ ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાખિયો જંગ જોવા મળશે. આપ ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. અત્યાર સુધીમાં 4 ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિસાવદરથી કૉંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ જીતનો દાવો કર્યો વિસાવદરથી કૉંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જીતનો દાવો કર્યો હતો. વિસાવદરમાં રસ્તા સહિત પાયાના પ્રશ્નો છે. ગામે ગામ જઈ પ્રચાર કરવાનો ઓછો સમય છે. ઈકો ઝોન અને ખાતરના ભાવ સહિતના પ્રશ્નો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કડી પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનો મયંક નાયકે વિશ્વાસ વ્યકત કર્યો કડી પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનો મયંક નાયકે વિશ્વાસ વ્યકત કર્યો હતો. મયંક નાયકે કહ્યું હતું કે કડીની જનતા હંમેશા ભાજપની સાથે છે. કડીમાં ભાજપે વિકાસ કર્યો છે, કડીની જનતા વિકાસમાં માને છે. પાલિકા, પંચાયત કે વિધાનસભા બેઠક તમામમાં ભગવો લહેરાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કડીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાશે મહેસાણાના કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. ઉત્તર ગુજરાતના ભાજપ ધારાસભ્યો, સાંસદો હાજર રહેશે. સંમેલન બાદ રેલી સ્વરૂપે ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ફોર્મ ભરશે. કડી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે. કડીથી AAPએ જગદીશ ચાવડાને પેટાચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસે રમેશભાઈ ચાવડાને આપી ટિકિટ = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત સ્વાભિમાન સંમેલન = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કડી પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડા આજે ઉમેદવારી નોંધાવશે = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગોપાલ ઇટાલિયાએ પરબવાવડી ખાતે સંત શ્રી દેવીદાસ બાપુ અને અમરમાં સમાધિસ્થાન 'પરબધામ' મંદિરના મહંત શ્રી કરશનદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાજપે પેટા ચૂંટણી માટે કડી અને વિસાવદર બેઠકના ઉમેદવારોના નામ જાહેર = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. સરપંચ અને ગ્રામ્ય પંચાયતના સભ્યો માટે નવ જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 મીએ જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન છે. રાજ્યની 8 હજાર 326 ગ્રામ પંચાયતની ચૂંટણી પર 22 જૂને મતદાન થશે. જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરાશે. સરપંચ બેઠકની સામાન્ય કેટેગરી માટે 2 હજાર રૂપિયા ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે એક હજાર ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. તેમજ વોર્ડના સભ્યની સામાન્ય કેટેગરી માટે 1 હજાર ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે 500 રૂપિયા ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. ઉમેદવારી ફોર્મ જે તે તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે સવારે 11:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી ભરી શકાશે. હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો અને હલચલ પણ જોવા મળી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રવિવારે મોડીરાત્રે કડી બેઠક પર ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા હતા તો ભાજપે રાજેન્દ્ર ચાવડાને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. વિસાવદરથી ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને મેદાનમા ઉતાર્યા છે. 19 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. 23 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બંનેએ રવિવારે મોડી રાત્રે કડી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં ભાજપે રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ટિકિટ આપી છે. વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા મજબૂત દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા. લેઉવા પટેલ સંસ્થાઓ સાથે નીતિન રાણપરિયા સંકળાયેલા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.