એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે, અશફાક હુસૈન અને પઠાણ મોઇનુદ્દીન અહેમદ ઉર્ફે ફરીદબંનેને ગુજરાત રાજસ્થાનની બોર્ડર શામળાજીથી ઝડપી લેવામાં આવ્યા છે. આ ખૂબ મોટી ઘટના હોવાથી યુપી અને ગુજરાત પોલીસ સંપર્કમાં હતી. છ અલગ અલગ જગ્યાઓ પર ટીમ એક્ટિવ હતી. બંને આરોપી પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતા. વાઘા બોર્ડરની માત્ર 285 કિમી દૂર બંનેના છેલ્લા લોકેશન મળ્યા હતા. યુપી પોલીસે આરોપી માટે અઢી લાખના ઈનામની જાહેરાત કરી હતી. ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક શામળાજી પાસેથી બંનેને દબોચી લેવામાં આવ્યા હતા.
આ પહેલા ઉત્તર પ્રદેશ પોલીસને આ બે આરોપી રોકાયા હતા તે લખનઉની ખાલસા હોટલમાંથી બેગ, લોઅર, લાલ રંગનો કુર્તો, ભગવા રંગનો કુર્તો, જિયો મોબાઈલનો નવો બોક્સ, શેવિંગ કિટ, ચશ્માનો બોક્સ જપ્ત કર્યા હતા. કુર્તાની સાથે સાથે હોટલમાં મળેલી ટોવેલ પર લોહીના નિશાન મળ્યા હતા.
નોંધનીય છે કે ઉત્તરપ્રદેશના લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી અને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ પહેલા કમેલશ તિવારી હત્યાકાંડમાં ગુજરાત એટીએસએ સુરતમાંથી 3 લોકોની ધરપકડ કરી હતી.