Kandhal Jadeja News: પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામ્યો છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે, આજે થઇ રહેલી મતગણતરીમાં કુતિયાણામાં ટાઇ પડી છે. રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે. કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે. 


ગુજરાતમાં મોટા ભાગના નગરપાલિકામાં એકતરફી જીત તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ પોરબંદર જિલ્લામાંથી ઉલટફેરના આંકડા સામે આવ્યા છે. અહીં ભાજપ અને સામાજવાદી પાર્ટીની ટક્કરની વચ્ચે ટાઇ પડી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, કુતિયાણા નગરપાલિકામાં ટાઈ પડી છે. કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠક મળી છે. કુતિયાણા વોર્ડ-5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. ખાસ વાત છે કે, કુતિયાણા અને રાણાવાવમાં કાંધલ જાડેજાનો જોરદાર દબદબો જોવા મળ્યો છે. મહત્વનું છે કે, રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો જમાવી દીધો છે. રાણાવાવમાં 24 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. 


કાંધલ જાડેજા કુતિયાણા વિધાનસભાના લોકપ્રિય યુવાન નેતા
કાંધલ જાડેજા છેલ્લી ત્રણ ટર્મથી કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે, તેમની આ વિસ્તારની લોકપ્રિયતા અને તેમના દ્વારા કરેલા કામો થકી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાંધલ જાડેજા દ્વારા તેમના વિધાનસભા મતવિસ્તારના ખેડૂતો માટે ઉનાળાના સમયમાં અને જ્યારે પાણીની ખૂબ ખેંચ આવે છે, તેવા સમયે સ્વયંમ તેમના સ્વખર્ચે તમામ ખેડૂતોને પિયતનું પાણી પણ તેઓ છેલ્લાં 15 વર્ષથી પૂરું પાડે છે. આ સિવાય કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં અન્ય કામોને લઈને પણ તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. જેથી પ્રથમ વખત કાંધલ જાડેજા સ્વયંમ તેમના નેતૃત્વમાં કુતિયાણા નગરપાલિકાની તમામ 24 બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે, જેને લઈને કુતિયાણા નગરપાલિકાનો જંગ ખૂબ જ રોચક બનવા જઈ રહ્યો છે.


ચાર નગરપાલિકામાં પહેલાજ ભાજપની જીત
4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી. જેથી આજના મતદાનથી વિપક્ષ કોણ એટલું જ નક્કી થવાનું બાકી હતું.


આ પણ વાંચો


Local Body Election Result: ભાજપ બમ્પર જીત તરફ... 68 પૈકી 25 ન.પા.માં લહેરાવ્યો ભગવો, હજુ મતગણતરી યથાવત