KHEDA : ખેડા જિલ્લાના કપડવંજમાં સેશન્સ કોર્ટે  ગેંગરેપના કેસમાં  ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2018માં નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર  થયેલા ગેંગરેપના કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે 3 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. આ ત્રણેય આરોપીઓએ મહિલા પર ગેંગરેપ કરી તેની હત્યા કરી હતી. આ કેસમાં સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા કર્યા હતા. સરકારી વકીલની રજૂઆત ને આધારે એડી.ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. 




ફોટો : સરકારી વકીલ મિનેષ પટેલ 


લિફ્ટ આપી મહિલાનું  અપહરણ કર્યું અને સામુહિક બળાત્કાર કર્યો 
આ સમગ્ર મામલે સરકારી વકીલ મિનેષ પટેલે જણાવ્યું કે 28-10-2018ના રોજ આરોપી જયંતિભાઈ બાબાભાઈ અને લાલાભાઈ ઉર્ફે કંકુડીયો બંને કપડવંજ તાલુકાના શિહોર ગામના વતની હતા તેઓ મોટી જેલ ચોકડીથી નિરમાલી સીમ સુધી ભોગ બનનાર મહિલાને મોટરસાયકલ પર લિફ્ટ આપી તેનું અપહરણ કર્યું હતું. આરોપીઓ આ મહિલાને નિરમાલી ગામની સીમમાં એક ખેતરના લઇ ગયા અને ત્યાં મહિલા પર સામુહિક બળાત્કાર કર્યો હતો. 


મહિલાના મૃતદેહ પર 40થી વધુ ઇજાના નિશાન 
ત્રણેય આરોપીઓએ મહિલા પર સામુહિક બળાત્કાર ગુજાર્યા બાદ મહિલાને નગ્ન કરી હતી અને પહેલા તેના ગળા પર પગ મુક્યો હતો અને બાદ તે મહિલાની સાડીથી જ તેનું ગાળું દબાવી હત્યા કરી હતી. આરોપીએ મહિલાને ઢસડી હતી જેના નિશાન મહિલાના મૃતદેહ પર ગળાના ભાગે અને છાતીના ભાગે જોવા મળ્યા હતા. આ મહિલાના શરીર પર 40થી વધુ ઇજાના નિશાન મળી આવ્યાં હતા. આરોપીએ મહિલાના ગુપ્ત ભાગે પણ ઈજાઓ પહોંચાડી હતી. 


આ કેસમાં સરકારી વકીલે કોર્ટ સમક્ષ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સહીત 26 જેટલા મૌખિક પુરાવા અને 46 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.