Kejriwal In Gujarat Live Update : IBએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે, ગુજરાતમાં આપની સરકાર બની રહી છેઃ કેજરીવાલ

દાહોદ ખાતે કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી સભા સથળે પહોંચ્યા છે. નવજીવન આટર્સ  એન્ડ કોમર્સ કોલેજ ખાતે સભાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામા લોકોની ભીડ ઉમટી પડી છે.

gujarati.abplive.com Last Updated: 08 Oct 2022 05:09 PM

બ્રેકગ્રાઉન્ડ

દાહોદઃ દાહોદ ખાતે કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી સભા સથળે પહોંચ્યા છે. નવજીવન આટર્સ  એન્ડ કોમર્સ કોલેજ ખાતે સભાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામા લોકોની ભીડ ઉમટી પડી છે. આમ આદમી...More

અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા વડોદરામાં તોડફોડ

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના આગમનને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલમાં વડોદરાના રાજમહેલ રોડ પર વાતાવરણ તંગ બની ગયું છે.