રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ગાય મુદ્દે ગેરન્ટી આપી હતી. કેજરીવાલે દરેક ગાયના નિભાવ માટે દરરોજના 40 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો.






મળતી જાણકારી અનુસાર, રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માંને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિધાનસભા 71 ગ્રામ્યના કાર્યકરો અને શહેરના આગેવાનો કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા.વિધાનસભાની ચૂંટણી પહેલા આપના નેતાઓ સૌરાષ્ટ્રમાં સક્રિય થયા છે. અરવિંદ કેજરીવાલે આજે વધુ એક ગેરંટી આપી હતી.






અરવિંદ કેજરી વાલે કહ્યું હતું આજે બે મુદ્દા ઉપર વાત કરીશ. ગુજરાતમાં ગાયને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અનેક લોકોએ અત્યાર સુધીમાં મને ફરિયાદો કરી છે. ગુજરાત આમ પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ દરરોજના 40 રૂપિયા આપીશ. દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવીશું.






કેજરીવાલે કહ્યું હતું કે સૂત્રોના હવાલેથી આઇ.બી નો એક સર્વે આવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ભાજપનો એક જ પ્રયાસ કોંગ્રેસના કોઈપણ રીતે મજબૂત કરવી છે. ભાજપે કોંગ્રેસને જવાબદારી આપી છે કે તેણે જેટલા વોટ લેવા હોય એટલા આમ આદમી પાર્ટીના લઈ લો. ગુજરાતમાં કોંગ્રેસની 10 થી વધુ સીટો નહીં આવે.


 અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતના લોકો બદલાવ અને પરિવર્તન માટે વોટ આપશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે પંજાબ સરકારે ટૂંક સમયમાં ગાયો માટે અનેક મહત્વના નિર્ણયો વિશે વાત કરી હતી.