દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) આજે સાંજે શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા યોજી હતી. આ સભાનું ટાઈટલ "એક મોકો કેજરીવાલને" રાખવામાં આવ્યું હતું. આવનારી વિધાનસભા ચૂંટણીને ઉદ્દેશીને થયેલી આમ આદમી પાર્ટીની જાહેર સભામાં સૌરાષ્ટ્રના આમ આદમી પાર્ટીના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. આ સાથે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, આપ નેતા ઈસુદાન ગઢવી, ઈન્દ્રનીલ રાજગુરુ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
સી.આર.પાટીલ પર કર્યા પ્રહારઃ
અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, સી.આર પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે પણ ગુજરાતના લોકો કહે છે ગુજરાતના CM સી.આર પાટીલ છે. સી. આર પાટીલે થોડા દિવસ પહેલાં આપેલા મહાઠગના નિવેદન ઉપર વળતો પ્રહાર કરતાં કેજરીવાલે કહ્યું કે, "તમને લાગે છે હું ઠગ છું? શું શિક્ષણ માટે અને આરોગ્ય માટે સારું કામ કરેએ ઠગ છે?" પેપર ફુટવા અંગે કેજરીવાલે કહ્યું કે, સરકારને પેપર લેતાં નથી આવડતું સરકાર શું ચલાવશો?
કેજરીવાલે યોજાનઓ ગણાવીઃ
આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જન સભામાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, મને જે રીતે દિલ્હી અને પંજાબના લોકો ખૂબ જ પ્રેમ કરે છે એજ રીતે મને ગુજરાતના લોકો પ્રેમ કરે છે. દિલ્હીમાં મને ખુબ જ ગુજરાતના લોકો મળવા આવે છે. કેજરીવાલે દિલ્હી સરકારની કામગીરી વિશે કહ્યું કે, "દિલ્હીમાં અમે તીર્થયાત્રા યોજના લાવી છે અને આ યોજના હેઠળ અમે સીનીયર સિટીજનોને તીર્થયાત્રા કરાવીએ છીએ. અમે દિલ્હીમાં 50 હજાર લોકોને તીર્થયાત્રા કરાવી છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે પણ એક પણ વ્યક્તિને તીર્થયાત્રા નથી કરાવી.
આ પણ વાંચોઃ